આ 1 ડ્રિંક રોજ પીશો તો ઝડપથી ઘટશે વજન, બીપી અને શુગર રહેશે કંટ્રોલમાં, પાચનના રોગો મટશે…

હેલ્થ

જો તમે રોજ એપલ સાઈડર વિનેગરનું સેવન કરશો તો બીપી કંટ્રોલ કરવાથી લઈ હાર્ટ અને પાચનના રોગો દૂર રહેશે. આજે જાણો તેને લેવાની રીત અને જોરદાર ફાયદા.

સફરજનના જ્યૂસને લાંબો સમય ફર્મેન્ટ કરીને બનાવવામાં આવતો ‘એપલ સાઈડર વિનેગર’ વિદેશોમાં બહુ જ પ્રચલિત છે.  તેનાથી હેલ્થને ઘણા ફાયદા થવા ઉપરાંત વજન પણ ઊતરે છે.  પેસ્ચ્યુરાઇઝેશન અથવા ઓર્ગેનિક વિનેગરમાં નીચેના ભાગમાં ‘મધર’ હોય છે, જેને હલાવીને વાપરવામાં આવે છે.  એસિટિક એસિડ અને બેક્ટેરિયાના કારણે તે સ્વાદમાં ખારો લાગે છે.  તેમાં રહેલા રો એન્ઝાઇમ્સ શરીર માટે લાભકારક છે.

આ રીતે કરો સેવન

1 ચમચી એપલ સાઈડર વિનેગરને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને રોજ તેનું સેવન કરો.  તમે જમ્યા પહેલાં અથવા રાતે સૂતા પહેલાં તેનું સેવન કરી શકો છો.

એપલ સાઈડર વિનેગરના ફાયદા

ટાઇપ 2 ડાયાબિટીસમાં એપલ સાઈડર વિનેગર (Acv) લેવાથી શુગરનું પ્રમાણ જળવાય છે.  રાત્રે સૂતાં 2 ચમચી Acv પાણીમાં લેવાથી બ્લડ શુગરનું પ્રમાણ ઓછું થાય છે.

Acv બ્લડપ્રેશરને મેન્ટેન રાખે છે.  Acvમાં પોટેશિયમ છે જે શરીરના સોડિયમ લેવલને મેઇન્ટેન કરે છે.  તેમાં મેગ્નેશિયમ પણ છે જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂ થાય છે.

નિયમિત એસીવીનું સેવન કરવાથી અપચો, ગેસ, વાયુ, એસિડિટી વગેરે પાચનને લગતા રોગો દૂર થાય છે.

Acv લેવાથી ટ્રાઇગ્લિસરાઇડ પણ ઘટે છે.  તેમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ LDL કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે અને હાર્ટના રોગથી દૂર રહેવાય છે.

Acv વજન ઉતારવામાં મદદરૂપ છે.  તે પાચકરસોને મેન્ટેન કરે છે.  જેથી ખોટી ભૂખ લાગતી નથી.

65 વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં ઓસ્ટિઓપોરોસિસ વધુ જોવા મળે છે.  Acvથી શરીર કેલ્શિયમ એબ્સોર્બ કરીને હાડકાં મજબૂત બનાવે છે.

શરીરનું હેલ્ધી PH level મેઇન્ટેન કરે છે.  આપણામાંના લગભગ બધા ‘એસિડિક’ પ્રકૃતિ ધરાવીએ છીએ.  વધુ આલ્કલાઇન બોડી વધુ હેલ્ધી ગણાય છે.  એક નાનો બદલાવ ખોરાકમાં કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.  હેલ્ધી શરીર માટે સૌથી જરૂરી શરીરને આલ્કલાઇન કરવાનું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *