ચોટીલા ચામુંડા માતાના મંદિરમાં હજારો ભક્તો દર્શન કરવા જાય છે, પણ ચોટીલા મંદિર ની આ ખાસ વાતની કોઈ ને ખબર નહિ હોય…

ધાર્મિક

સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલો છે.  જેની પર મા ચામુંડા બીરાજમાન છે.  રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને જાય છે.

આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન અર્થે આવે છે.  ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે.  કહેવાય છે કે ચોટીલાના ડુંગરે મા ચામુંડા હાજરો હાજુર છે.  તો ચલો જાણીએ દેવીના ઇતિહાસ વિશે…

કહેવાય છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા.  જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતા હતા.  એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી.

ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા અને એ બે રા-ક્ષસોનો વ-ધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી આ બે રા-ક્ષસોનો ના-શ કર્યો હતો.  ત્યારથી મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે.

જ્યાં ચંડ મુડનો વ-ધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી છે.  આજે ચામુંડા મા ના હાજરો હાજુર પરચાઓ છે.

એવું કહેવાય છે કે જો કોઇએ તમારા પર મેલી વસ્તુનો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવીના માત્ર સ્મરણથૂ તમારી રક્ષા કરવા આવી પહોંચે છે. આ ચોટીલા મંદિરમાં ચામુંડા માતાજી પાસે પહોંચવા માટે આશરે 650 જેટલા પગથિયાં ચડવા પડે છે અને આ ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે ૧૧૩૭ ફૂટ જેટલી છે.

ચામુંડા માતાનું વાહન સિંહ છે.  આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે.  એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઇ રહેતું નથી.  ખૂદ પૂજારી પણ ડુંગરી ઊતરી નીચે આવી જાય છે.

માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઇ રહેતું નથી.  માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે.  એવું પણ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *