કેવડા ત્રીજ સંપૂર્ણ વ્રત વિધિ, જાણો વ્રત ની સાચી પૂજા વિધિ અને આ વ્રત માં કઈ બાબતો નું ધ્યાન રાખવું…

ધાર્મિક

લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી.  વર્ષમાં માત્ર આ એક જ દિવસે,  એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે  અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે.

વ્રતની વિધિ:

આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે.  વ્રત કરનારે નિત્ય ક્રમમાંથી પરવારી,  ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી.  આ દિવસે નકોરડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો.  આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે  અને મનોવાંછિત ફળ મળે છે.

વ્રતની વિધિ

⦁  સવારે નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.  પરિણીત સ્ત્રી વ્રત કરતી હોય ત્યારે સૌભાગ્ય ચિહનો અચૂક ધારણ કરવા.

⦁  હાથમાં જળ લઈ વ્રતનો સંકલ્પ કરો.

⦁  શુભ મુહૂર્તમાં માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેની સ્થાપના કરો.

⦁  પ્રભુ શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરો.

⦁  દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવાં કે બંગડી,  માળા,  સિંદૂર,  ચુંદડી વગેરે અર્પણ કરો.

⦁  મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરો.

⦁  પૂજન બાદ કેવડા ત્રીજની કથાનું વાંચન કરો અથવા તેનું શ્રવણ કરો.

⦁  ગૌરી શંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરો.

⦁  કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી.

કેવી રીતે કરશો વ્રત ?

⦁  ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે,  પણ તે શક્ય ન હોય તો જળ,  દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય.

⦁  જળ, દૂધ કે ફળ ગ્રહણ કરતા પૂર્વે કેવડાનું પાન અચૂક સૂંઘો.  આ પાન શિવજીને અર્પણ કરેલું હોવું જોઈએ.

⦁  શિવજીનું સ્મરણ કરતા રાત્રિ જાગરણ કરો.

⦁  વ્રતના બીજા દિવસે શિવ-પાર્વતીની પૂજા બાદ વ્રતના પારણા કરો.

⦁  શિવ-પાર્વતીની પ્રતિમાઓને જળમાં પ્રવાહિત કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.