શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે અમુક લોકોને મચ્છર વધારે કરડે છે તેના પાછળનું કારણ છે ચોંકાવનારુ
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે અમુક લોકોને મચ્છર વધારે કરડે છે જ્યારે અમુક લોકોને તે સહેજ પણ નથી કરડતા. કારણ કે મચ્છરોનું કરડવું તમારા બ્લડ ટાઈપ, મેટાબોલિક રેટ, સ્કિન બેક્ટીરિયા અને જે કપડાં તમેન પહેર્યા છે તે વાતો પર આધાર રાખે છે.
પરસેવાના કારણે
મચ્છરોને પરસેવો અને લેક્ટિક એસિડ ખૂબ પસંદ હોય છે. માટે એક્સરસાઈઝ અથવા વોક કર્યા બાદ પ્રયત્ન કરો કે તમને સ્નાન કરી શકો. પરસેવાના કારણે મચ્છર તમારા પર હુ-મલો કરી શકે છે.
આલ્કોહોલનું સેવન
એક સ્ટડી અનુસાર એવા લોકો જે વધારે આલ્કોહોલનું સેવન કરે છે. તેમની તરફ મચ્છર અટ્રેક્ટ થાય છે. માટે તમે આ વાતનું ધ્યાન રાખો અને મચ્છરોથી બચવાનો પ્રયત્ન કરો.
મેટાબોલિક રેટ
મેટાબોલિક રેટ તમારા શરીર દ્વાર છોડવામાં આવેલા કાર્બન ડાઈઓક્સાઈડને નિર્ધારિત કરે છે. તેની ગંધ મચ્છરોને આકર્ષિત કરે છે. માદા મચ્છર પોતાના સેન્સિંગ ઓર્ગેન્સની મદદથી આ ગંધને ઓળખે છે અને પછી તે વ્યક્તિને વધારે કરડે છે.
એક સ્ટડી અનુસાર ગર્ભવતી મહિલાઓ સામાન્ય વ્યક્તિની તુલનામાં વધારે કાર્બન ડાઈઓક્સાઈડ રિલીધ કરે છે. માટે તેમને વધારે મચ્છર કરડે છે.
સ્કિન બેક્ટેરિયા
સ્કિનમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે. ઘણી વખત મચ્છક તેનાથી પણ આકર્ષિત થઈને તમને કરડે છે. આ કારણે અમુક ખાસ પ્રકારના બેક્ટેરિયા હોય છે જે મચ્છરોને અટ્રેક્ટ કરે છે. જે લોકોની સ્કિન પર બેક્ટેરિયા હોય છે તેના પર મચ્છર વધારે હુમલો કરે છે.
બ્લડ ટાઈપ
એવું માનવામાં આવે છે કે O બ્લડ ગ્રુપ વાળા લોકોની તરફ મચ્છર વધારે આકર્ષિત થાય છે આ ઉપરાંત A બ્લડ ગ્રુપ વાળા લોકોની સાથે પણ એવું જોવા મળ્યું છે. કપડાંના રંગ પણ મચ્છરોને અટ્રેક્ટ કરે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.