ગણેશ ચતુર્થી પર આપણે વિઘ્નહર્તાને ભૂલથી પણ અમુક વસ્તુઓ અર્પિત ન કરવી જાઇએ. આમ કરવાથી બાપ્પા નારાજ થઇ જાય છે.
આપણો દેશ તહેવારોનો દેશ છે. અહીં દરેક મહિનાને કોઈને કોઈ તહેવાર આવે છે. જેના સેલિબ્રેશનના કારમે ઘરમાં ખુશી અને સકારાત્મક ઊર્જા આવે છે.
જો વાત ગણેશ ચતુર્થીની કરવામાં આવે તો વર્ષમાં કુલ 24 ગણેશ ચતુર્થી આવે છે. એટલે કે મહિનામાં 2 વાર ગણેશ ચતુર્થીનું આગમન થાય છે. તેમાંથી પૂનમ પછી કૃષ્ણપક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. જ્યારે અમાસ બાદ આવતી શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આપણે ગણેશ ચતુર્થીના દિવસે ભૂલીથી પણ કેટલીક વસ્તુઓ બાપ્પાને અર્પણ ન કરવી જોઇએ. તેવું કરવાથી વિનાયક નારાજ થાય છે.
સફેદ જનોઇ અને વસ્ત્રો ન કરજો અર્પણ
વિઘ્નહર્તાને ક્યારેય પણ સફેદ વસ્ત્ર કે સફેદ જનોઇ અર્પિત ન કરવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તેના બદલે જનોઇને હળદરમાં પીળી કરીને ગણેશજીને ચડાવવું જોઇએ. પીળો રંગ બાપ્પાને અતિ પ્રિય હોય છે. તેને અર્પણ કરવાથી તે પ્રસન્ન થશે.
તૂટેલા કે સૂકાં ચોખ્ખા ન ચડાવવા
ભગવાન ગણેશનો એક દાંત તૂટેલો છે. તેથી ભીના ચોખ્ખાને તેઓ સરળતાથી ગ્રહણ કરી શકે છે. તેથી જ્યારે પણ ગણેશજીને ચોખ્ખા અર્પિત કરો ત્યારે ધ્યાન રાખજો કે તે ચોખ્ખાં તૂટેલા કે સૂકાં ન હોય પણ ભીના હોય!
પીળા રંગનું ચંદન કરી શકો છો અર્પણ
ભગવાન ગણેશને પીળો રંગ પ્રિય છે માટે તેમને પ્રસન્ન કરવા માટે સફેદ ચંદનની જગ્યાએ પીળા રંગના ચંદનનો ઉપયોગ કરવો જોઇએ. ભગવાન ગણપતિને આ ચંદનથી તિલક કર્યા બાદ પરિવારના અન્ય સદસ્યો પણ આ જ ચંદનથી તિલક કરે તેવો આગ્રહ રાખવો જોઇએ.
ગણેશજીને તુલસી ન કરો અર્પિત
ભગવાન ગણેશની પૂજા કરતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ભૂલથી પણ તેમને તુલસીના પાન અર્પિત ન કરવા. તુલસીને માતા લક્ષ્મીનો પર્યાય માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. તેથી ગણેશજીને તુલસીની જગ્યાએ મોદક અર્પિત કરવા જોઇએ જેથી તે પ્રસન્ન થાય.
કેતકીના સફેદ ફૂલ છે અપ્રિય
ભગવાન ગણેશને સફેદ રંગ અને સૂકાં ફૂલો અર્પિત કરવું અશુભ માનવામાં આવે છે. તેવું કરવાથી પરિવારમાં દરિદ્રતા આવે છે. ગણેશજીને કેતકીના ફૂલ પણ અર્પણ ન કરવા જોઇએ. આ ફૂલનો સંબંધ ચંદ્ર સાથે માનવામાં આવે છે. ચંદ્રએ એકવાર ગણેશજીનો મજાક ઉડાવ્યો હતો. જેના પછી ગણેશજીએ તેમને શા-પ આપ્યો હતો અને તેમના સંબંધિત સફેદ વસ્તુઓને પોતાની પૂજામાં વર્જિત કરી હતી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.