જાણો ગણેશ ચતુર્થી નો મહત્વ અને ઇતિહાસ…

ધાર્મિક

ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ થયો હતો, આ તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે

પ્રથમ પૂજનીય ભગવાન ગણેશનો જન્મોત્સવ દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીથી લઇને દસ દિવસ સુધી દેશભરમાં ચોતરફ ઉત્સવનો માહોલ જોવા મળે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.  તેમજ 11 દિવસો સુધી ચાલનાર ગણેશોત્સવનું સમાપન 21 સપ્ટેમ્બરે થશે. સામાન્ય રીતે આ તહેવાર મહારાષ્ટ્ર, ગુજરાત , યુપી અને કર્ણાટક માં મનાવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીનો ઇતિહાસ –

શિવપુરાણ અનુસાર,  માતા પાર્વતીએ પોતાના મેલથી એક પુતળું બનાવીને તેને જીવંત કર્યુ હતું.  ત્યાર બાદ તેમણે તેને કહ્યું કે તે સ્નાન કરવા જઇ રહી છે અને આ દરમિયાન મહેલની અંદર કોઇને પણ પ્રવેશ કરવા દેવામાં ન આવે.  સંજોગોથી તે જ સમયે ભગવાન શિવનું આગમન થયું.  તેમને અંદર જતા જોઇને ગણેશ જીએ બહાર જ અટકાવ્યા.

શિવજીએ બાળ ગણેશને ખૂબ સમજાવ્યા પરંતુ તેઓ ન સમજ્યા.  અંતે ભગવાન શિવે ક્રોધમાં આવીને પોતાના ત્રિશૂલ વડે બાળ ગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું.  સ્નાન કરીને પરત આવ્યા બાદ દેવી પાર્વતીને આ વાતની જાણ થતા તેઓ ખૂબ ક્રોધિત થયા.  તેમના ક્રોધને શાંત કરવા ભગવાને શિવે ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક લગાવી ફરી જીવનદાન આપ્યું.

ગણેશ ચતુર્થીનું મહત્વ-

એવી માન્યતા છે કે લંબોદરનો જન્મ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીએ થયો હતો.  તેથી આ દિવસે દર વર્ષે ગણેશજીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે.  ગણેશજીનું એક નામ વિઘ્નહર્તા પણ છે.  કહેવાય છે કે જેઓ સાચા મનથી ભગવાન ગણેશની ભક્તિ કરે છે,  તેમના તમામ વિઘ્ન ગણેશજી દૂર કરે છે.  ભગવાન ગણેશના પૂજનથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

ગણેશ ચતુર્થીના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી ઘરના મંદિરની સફાઇ કરવી જોઇએ.  ત્યાર બાદ વિઘ્નહર્તાને લાડુ,  મોદક અને  દૂર્વા ઘાસ અર્પિત કરવા જોઇએ. ભગવાન ગણેશની પૂજા તેમની આરતી સાથે પૂર્ણ થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *