કેવડા ત્રીજ સંપૂર્ણ વ્રત કથા અને તેનું મહત્વ…દરેક સ્ત્રીએ પોતાના પતિ માટે આ કથા ખાસ સાંભળવી

ધાર્મિક

લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી.  વર્ષમાં માત્ર આ એક જ દિવસે,  એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે.

વ્રતની વિધિ

આ વ્રતની ઉજવણી ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે.  ભાદરવી ત્રીજના દિવસે ભગવાન શંકરના પાર્થિવ શિવલિંગ (માટીના શિવલિંગ) ઉપર મહિલાઓ અને યુવતી દ્વારા કેવડો અર્પણ કરીને મનપસંદ ફળ અને પસંદગી પતિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને એ સંપૂર્ણપણે ફળે છે.  પૌરાણિક કથા પ્રમાણે ભગવતી પાર્વતીએ ભગવાન શંકરને પતિ સ્વરૂપે મેળવવા માટે ભગવાનને રિઝવવા માટે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડો ભગવાનને અર્પણ કર્યા હતો.  તે દિવસથી આ દિવસને કેવડા ત્રીજથી તરીકે ઓળખવામાં આવે છે.

કેવડા ત્રીજની કથા

મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા દેવી પાર્વતીએ તેમના જીવન દરમિયાન અનેક આકરા તપ કર્યા છે.  મહેશ્વરના નામના જપ કર્યા છે.  પણ,  કહે છે તેમાંથી ભાદરવા સુદ ત્રીજના રોજ દેવીએ કરેલું એક વ્રત મહાદેવના હૃદયને સ્પર્શી ગયું અને તેમણે દેવીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો.  આ વ્રત એટલે જ કેવડા ત્રીજ.

પ્રચલિત કથા અનુસાર ભાદરવા સુદ ત્રીજના દિવસે દેવી પાર્વતી વનમાં તેમની સખીઓ સાથે વિહાર માટે ગયા હતા.  ત્યાં દેવીએ માટીમાંથી એક શિવલિંગ બનાવી જંગલમાંથી બીલીપત્ર અને કેવડો લાવી મહાદેવને અર્પણ કર્યા.  દેવીએ આ દિવસે કશું જ ખાધું ન હતું.  આમ દેવીએ ભૂખ્યા પેટે મહાદેવની પૂજા કરી શિવજીને પ્રસન્ન કર્યા.

મહાદેવે વરદાન માંગવા કહ્યું તો દેવીએ તેમને પતિ તરીકે માંગી લીધાં.  મહાદેવે તથાસ્તુના આશિષ આપ્યા અને સાથે જ કહ્યું કે, “ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે.”  કહે છે કે દેવીના વ્રતના પ્રતાપે તેમના પિતા હિમવાન અને મેનાવતી પણ મહાદેવ સાથે તેમના વિવાહ કરાવવા એકમત થયા.  આમ,  આ વ્રતની આગવી જ મહત્તા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *