આજે ઋષિ પાંચમ મહિલાઓ ખાસ આ વ્રત કરે છે, સામા નામનું ધાન્ય ખાવાનું મહત્વ…

ધાર્મિક

ઋષિપંચમી એ ભાદરવા સુદ પાંચમને દિવસે ઉજવવામાં આવતુ એક પર્વ છે.  આ દિવસે બહેનો સ્ત્રીદો-ષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે.  જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરીને હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે.  તેથી આ વ્રત ને ઋષિપાંચમ,ઋષિપંચમી અથવા સામા પાંચમ પણ કહે છે.

ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીએ ઋષિ પાંચમ આવે છે.  ઋષિ પંચમી ભાઈ પંચમીના નામથી પણ ઓળખાય છે.  માહેશ્વરી સમાજમાં આ દિવસે રાખડી બંધાય છે.  તે સિવાય મહિલાઓ આ દિવસે સાત ઋષિઓની પૂજા કરે છે.  ઋષિ પંચમી વ્રતની કથા સાંભળે છે.  આ વ્રત પાપને ના-શ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે.

ઋષિ પંચમી વ્રત

આ વ્રતને કરવાથી જો રજસ્વલા દો-ષ હોય તો એ પણ મટી જાય છે.  માહવારી કે માસિકધર્મ પૂરા થતા ઋષિ પંચમી વ્રતનો ઉદ્યાપન કરાય છે.  હિંદું ધર્મમાં કોઈ સ્ત્રીને રજસ્વલા (માહવારી કે માસિકધર્મ, પીરિયડ) થતાં રસોડામાં જવાનું, રસોઈ કરવી, પાણી ભરવું અને ધાર્મિક કાર્યમાં શામેલ થવું અને તેનાથી સંબંધિત વસ્તુઓને અડવું વર્જિત ગણાય છે. જો ભૂલથી આ અવસ્થામાં એવું થઈ જાય તો તેનાથી રજસ્વલા દો-ષ લાગે છે.

આ રજસ્વલા દો-ષને દૂર કરવા માટે ઋષિ પંચમીનું વ્રત કરાય છે.  કેટલા લોકો કેવડાત્રીજ કે હરતાલિકા ત્રીજથી ત્રણ દિવસ ઋષિ પંચમી સુધી આ વ્રત કરે છે.

શું હોય છે ઋષિ પંચમીની પૂજાની વિધિ

સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ સાત ઋષિઓની સ્થાપના કરવી.  ત્યાર પછી સાતેય ઋષિઓનું વિવિધ ઉપચારો વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.  ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો.  દિવસ દરમ્યાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો. આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરીને તેની પૂર્ણાહુતિ કરવી.  છેલ્લે સાત બ્રાહ્મણને ભોજન કરાવી,  દક્ષિણા આપીને વિદાય કરવાં.   આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.

ઋષિ પંચમીના દિવાસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે.  ખડધાનમાં સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે.  જેમાં દુધી, તૂરીયા, ચીભડુ, ગલકા વગરેનો સમાવેશ થાય છે.  તે ઉપરાંત તમામ પ્રકારના ફળ પણ ખાઇ શકાય છે.  આ પર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સૂરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *