સાયલા ગામમાં માં મેલડી આજે પણ પરચા પુરે છે, અહીંયા આવતા બધા જ ભક્તોના દર્શન માત્રથી જ બધા દુઃખો દૂર થાય છે.

ધાર્મિક

માતા મેલડીની ઘણી બધી લોક કથા પ્રચલિત છે.  તેની ઉત્પત્તિની અલગ-અલગ કથાઓ પણ છે.  પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું. ત્યારે નનામી ના નામથી જાણતા એટલે નામ વગરની માતાજીથી પ્રખ્યાત થયા.

એક લોકકથા પ્રમાણે,  એક રા-ક્ષસ અમરૈયા દૈ-ત્યના ત્રા-સથી છુટકારો અપાવવા માટે જ્યારે નવર્દુર્ગા આ દૈ-ત્યને મા-રવા માટે ગયા ત્યારે એ દૈ-ત્ય ઘણો શક્તિશાળી હતો.  તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુ-દ્ધ કર્યું.  છેવટે તે રા-ક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો.  ભાગતા ભાગતા તે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો.

ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મ-રી પડેલી ગાયને જોઈ તેમાં જઈને છુપાઈને બેસી ગયો.  ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈ-ત્યને મા-રવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું.

તે સમયે નવદુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પુર્યા, અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શ-સ્ત્ર વિદ્યા આપીને આ અમરૈયા દૈ-ત્યને મા-રવા માટે આદેશ આપ્યો.  આમ, પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રા-ક્ષસ જોડે યુ-દ્ધ કર્યું.  આ પૂતળીએ પોતાની શક્તિ દ્વારા દૈ-ત્યને હ-ણ્યો.

જો કે,  ત્યારબાદ કહેવાય છે કે,  નવદુર્ગાને આ દેવીએ પુછ્યુ કે હવે મારે ક્યુ કાર્ય કરવાનું છે ત્યારે આ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું.  આ સાંભળીને માતાજીને બહુ જ ખોટું લાગ્યું.  તેથી તે સ્વયં ભોલેનાથ પાસે ગયા,  અને ભોલેનાથે ગંગાજી પ્રગટ કરીને માતાજીને પવિત્ર કર્યા.

આ સમયે શિવજીએ તેમને કહ્યું કે,  આજથી તમે તમારા માટે લ-ડ્યા એટલે તમારૂં નામ શ્રી મેલડી માં રાખવામાં આવેલું છે.  મેં-લડી એટલે હું પોતાના માટે લ-ડી, જેથી તેમનું નામ મેલડી મા રખાયું હોવાનું લોકવાયકા છે.  આ મેલડી માતાજી આજે અનેક નામે પ્રસિદ્ધ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.