જોઈ લો ફોટા દુનિયાના એકમાત્ર નર્ક મંદિરના, જ્યાં લોકો કરે છે પાપનું પ્રાયશ્ચિત

ધાર્મિક

થાઈલેન્ડના ચિયાંગ માઈ નામના શહેરમાં આવેલું છે દુનિયાનું એકમાત્ર ‘નર્ક મંદિર’. આ મંદિરની મુલાકાતે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે અને નર્ક કેવી હોય તેને નજરે નીહાળે છે. આ સાંભળીને આશ્ચર્ય જરૂરથી થશે પરંતુ આ વાત હકીકત છે.

બેંગકોકથી લગભગ 700 કિલોમીટર દૂર આવેલા આ નર્ક મંદિરમાં બિહામણી મૂર્તિઓ નજરે ચડે છે. જે દર્શાવે છે કે પાપ કર્મ કરવાથી નર્કમાં કેવી યાતનાઓ ભોગવવી પડે છે.

આ મંદિરની સ્થાપના ભીક્ષુ પ્રા ક્રૂ વિશાનજાલિકોએ કરાવી હતી. તેમની ઈચ્છા હતી કે લોકો એ વાત નજરે જોઈને જાણે કે પાપનું કેવું ફળ મૃત્યુ પછી ભોગવવું પડે છે.

આ શહેરમાં નર્ક મંદિર સિવાય 300 જેટલા મંદિર છે. જેમાંથી આ નર્ક મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. લોકો અહીં પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા આવે છે. જે તમામ લોકો થાઈલેન્ડની પરંપરા મુજબ પાપનું પ્રાયશ્ચિત કરે પણ છે. નર્કની યાતનાઓને દર્શાવતી મૂર્તિઓ ખરેખર લોકોને નર્કની નજીક હોવાનો અહેસાસ કરાવી દે તેટલી જીવંત લાગે છે.

Leave a Reply

Your email address will not be published.