21મી સદી વિજ્ઞાનની સદી છે. આજે ટેક્નોલોજીએ માનવીને ચંદ્ર સુધી પહોંચાડી દીધો છે. પરંતુ આજે પણ અમુક રહસ્યો એટલા ગૂંઢ હોય છે કે તે માનવજાતને આશ્વર્ય પમાડે છે. આજે પણ એવા કેટલીક ઘટનાઓ બને છે જેને શ્રધ્ધાના ત્રાજવે તોળવામાં આવે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
ઉત્તરપ્રદેશના લખનઉના એક શિવ મંદિરમાં નંદી દૂધ પીતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા શ્રધ્ધાળુઓનો મેળાવળો જામ્યો અને બે કલાકમાં નંદીની મૂર્તિને 5થી 6 લીટર દૂધ પિવડાવી દીધું. આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે નંદીને ચમચી વડે પિવડાવવામાં આવતું દૂધ નંદી પી રહ્યા છે અને નંદીના મો પર ચમચી રાખતા જ તે ખાલી થઈ રહી છે.
વાત જાણે એમ છે કે, ઉત્તરપ્રદેશના ઉતરેઠિયામાં રમેશ નામના વ્યક્તિની ઘરે સાત વર્ષ જૂનુ મંદિર છે. જ્યા નંદી દૂધ પીતા હોવાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે. લોકોનું કહેવું છે શનિવારે પૂજાના સમયે નંદીને દૂધ ચડાવતી વખતે નંદીના મો પાસે ચમચી રાખતા દૂધ ગાયબ થવા લાહ્યું હતું અને ત્યાર બાદ નંદીને દૂધ પીવડાવવામાં આવ્યું હતું.