શિવલિંગ પૂજન શા માટે કરવામાં આવે છે ? શિવ અભિષેક પાછળ નું રહસ્ય જાણો…

ધાર્મિક

ભોળાનાથની પૂજા – અર્ચના મોટાભાગે લિંગરૃપે થાય છે. વાયુપુરાણ અનુસાર પ્ર-લયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફ્રીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે, તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. તે સંપૂર્ણ સૃષ્ટિ બિંદુ – નાદ સ્વરૃપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે. બિંદુ તથા નાદ અર્થાત્ શક્તિ અને શિવનું સંયુક્ત શિવલિંગમાં અવસ્થિત છે. બિંદુ એટલે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ. આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે. આ જ કારણે પ્રતીક સ્વરૃપ શિવલિંગની પૂજા, અર્ચના કરવામાં આવે છે.

મોટાભાગનાં હિન્દુ મંદિરોમાં ભગવાન કે દેવી – દેવતાની ર્મૂિતને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી, પરંતુ શિવજી જ એક એવા દેવ છે જેમા શિવલિંગ સ્વરૃપનું કોઈ પણ ભક્ત તવંગર હોય કે ગરીબ ઊંચ – નીચના ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે. શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બીલીપત્રનું વિશેષ મહત્ત્વ છે. શિવની સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદી, કાચબો તથા શિવ ચિહ્નો જેમ કે, રુદ્રાક્ષ, ત્રિશૂળ, ડમરુ વગેરેની પૂજા પણ કરવામાં આવે છે.

દેહથી કર્મ અને કર્મથી દેહ. આ જ બંધન છે શિવભક્તિ. આ બંધનમાંથી મુક્તિ મેળવવાનું સાધન છે જીવાત્મા ત્રણ શરીરીથી જકડાયેલ છે. સ્થૂળ શરીર કે જે કર્મ માટે છે. સૂક્ષ્મ શરીર કે જે ભોગ માટે છે અને કારણ શરીર કે જે આત્માના ઉપભોગ માટે છે. શિવલિંગ પૂજન આ સમસ્ત બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે મદદરૃપ છે તથા સ્વયંભૂ શિવલિંગનો પણ વિશેષ મહિમા છે. શાસ્ત્રોમાં ર્પાિથવ પૂજન પરમ સિદ્ધિપ્રદ જણાવ્યું છે.

સૃષ્ટિના પાલનકર્તા ભગવાન વિષ્ણુએ એક વાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી સાથે નિગુણ, નિરાકાર, અજન્મા બ્રહ્મ (શિવ) ને પ્રાર્થના કરી કે, ‘હે પ્રભુ, આપ કેવી રીતે પ્રસન્ન થાઓ છો?’

શિવજી બોલ્યા, ‘મને પ્રસન્ન કરવા માટે શિવલિંગનું પૂજન કરો. જ્યારે કોઈ પ્રકારનું સંકટ કે દુઃખ આવી પડે તો શિવલિંગનું પૂજન કરવાથી સમસ્ત દુઃખોનો નાથ થાય છે.‘

જ્યારે દેર્વિષ નારદે ભગવાન વિષ્ણુને શાપ આપ્યો અને પછી ઔપૃાતાપ કર્યો ત્યારે શ્રીહરિએ નારદજીને પૃાતાપ કરવા માટે શિવલિંગનું પૂજન, શિવભક્તોનો સત્કાર, દરરોજ શિવશત નામનો જપ વગેરે ક્રિયાઓ જણાવી. એક વાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી દેવતાઓને લઈને ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે પરમ તત્ત્વને જાણવા માટે પહોંચ્યા. શ્રી વિષ્ણુએ બધાને શિવલિંગની પૂજા કરવાની આજ્ઞાા આપી અને વિશ્વકર્માને બોલાવીને દેવતાઓ અનુસાર અલગ – અલગ દ્રવ્યમાંથી શિવલિંગ બનાવી આપવાની આજ્ઞાા કરી અને પૂજાવિધિ પણ સમજાવી.

રુદ્રાવતાર હનુમાનજીએ કહ્યું, ‘શ્રી શિવજીની પૂજાથી ઉત્તમ બીજું કોઈ તત્ત્વ નથી.‘ હનુમાનજીએ એક શ્રીકર નામના બાળકને શિવપૂજાની દીક્ષા આપી. તેથી હનુમાનજીના ભક્તોએ પણ ભગવાન શિવનું પ્રથમ પૂજન કરવું જોઈએ.

શ્રાવણમાં પાર્થિવ પૂજન

શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે ર્પાિથવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે. જેમાં શિવઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગ બનાવીને તેની પૂજા – અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનવાંછિત ફ્ળ મેળવે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૃપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *