જો તમે પણ વારંવાર હાથ-પગમાં ખાલી ચઢી જવાથી પરેશાન છો, તો કરો આ ઉપાય

હેલ્થ

સામાન્ય રીતે એક જ પ્રકારની સ્થિતિમાં જો લાંબા સમય સુધી બેસી રહેવામાં આવે તો ખાલી ચઢી જાય છે, કારણે કે આ સ્થિતિમાં બેસી રહેવાથી હાથ-પગની નસો દબાઇ જતી હોય છે અને તે ભાગને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળયો નથી માટે ખાલી ચઢી જતી હોય છે. આ સિવાય શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ અને વધારે પડતી સ્મોકિંગ, દારૂની આદતને કારણે પણ ખાલી ચઢવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓમાં પણ સમસ્યા જોવા મળે છે. તો જાણીએ ખાલી ચઢી જતી હોય તો શુ ઉપાય કરવો જોઇએ..

જો હાથ પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો હળદરવાળું દૂધ પીવુ જોઇએ કેમકે હળદરવાળુ દૂધ પીવાથી શરીરમાં લોહીનુ પરિભ્રમણ સારી રીતે થાય છે, તમે હળદરવાળા દૂધમાં મધને પણ મિક્સ કરી શકો છો.

આ સિવાય જૈતૂન અથવા તો સરસવના તેલને ગરમ કરીને હાથ-પગની માલિશ કરવામા આવે તો આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. શરીરના જે ભાગમાં ખાલી ચઢી જતી હોય તે ભાગ પર ગરમ પાણીનો શેક કરવાથી રાહત મળે છે.

જો વારંવાર ખાલી ચઢવાની સમસ્યાથી હેરાન છો તો દરરોજ એક્સસાઇઝ કરો કારણ કે એક્સસાઇઝ કરવાથી શરીરની નસોને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે. આ સિવાય 2-4 ગ્રામ તજનો પાવડર લેવાથી ખાલી ચઢવાની સમસ્યામાંથી રાહત મળશે. તમે તજ અને મધનુ મિશ્રણ લઇને આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.

આ સિવાય હૂંફાળા પાણીનો પ્રયોગ ફાયદારૂપ છે. હૂંફાળા પાણીમાં હાથ-પગ પલાળવાથી પણ રાહત મળશે. જો હાથ-પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો મેગ્નેશિયમવાળો આહાર લેવો જોઇએ. મેગ્નેશિમયથી ભરપૂર આહારમાં પાલક, કાજુ, મગફળી, ડાર્ક ચોકલેટ, લીલા શાકભાજી, કેળા વગેરેનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *