પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અર્જુને મહાદેવની પૂજા કર્યા વિના જમવું નહી એવું વ્રત હતું. તેથી અજ્ઞાતવાસ દરમિયાન અહીંના જંગલમાં ક્યાંયે શિવલિંગ ન મળતા દિવસો સુધી પાંડવો ભૂખ્યા રહ્યા. ભીમ તો ભૂખથી રહી શકે નહીં. આથી તેણે શિવલિંગ આકારનો પથ્થર લઈ વૃક્ષ નીચે રાખ્યો અને તેના પર ફૂલો ચડાવ્યા. પછી અર્જુન અને કુંતીને આ સ્થળ બતાવી જણાવ્યું કે અહીં જ શિવલિંગ છે.
શિવભક્ત અર્જુન ભાવવિભોર થઈને શ્રદ્ધાથી બાજુમાં વહેતી નદીમાંથી જળ લાવી શિવપૂજન કર્યું હતું. પછી પાંડવો જમ્યા. જમ્યા પછી ભીમે કહ્યું કે આ કોઈ શિવલિંગ નથી પરંતુ પથ્થર છે ત્યારે અર્જૂન કરે તે શિવલિંગ જ છે. ભીમ તે શિવલિંગને ઉપાડીને બતાવવા જતો હતો કે તે પથ્થર છે પણ તે શિવલિંગ તેનાથી ઉપડી નહીં.
આજે પણ આ શિવલિંગ મોજુદ છે. આ વૃક્ષનું મહત્વ એટલું બધુ છે, કે અહીં આવેલા શિવલિંગની ઉપર જ વરખડીનું વુક્ષ હોવાથી મંદિરના શિખરનું નિર્માણ થતું નથી. આ વિશ્વનું પહેલું મહાદેવનું મંદિર હશે જેમાં શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન થયા છે. અનેક વાર પ્રયત્નો કરવા છતા આ વૃક્ષને કાપી અથવા તો પાડી શકાયું નથી. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતા.
શિવનો મહિમા અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર બોટાદ પાસે ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી. આ ભીમનાથ મંદિરનો મહિમા અપાર છે.
વૃક્ષ નીચે બીરાજમાન છે મહાદેવ
આજે પણ જે પાષાણ પર પ્રહાર કરી શિવલિંગ બનાવી જાળનાં વૃક્ષની નીચે સ્થાપિત કર્યુ હતું તે મોજુદ છે. આ વૃક્ષનું મહત્વ એટલું બધુ છે, કે અહિં આવેલા શિવલિંગની ઉપર જ વરખડીનું વુક્ષ હોવાથી મંદિરના શિખરનું નિર્માણ થતું નથી. આ વિશ્વનું પહેલું મહાદેવનું મંદિર હશે. જેમાં શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન થયા છે. અનેક વાર પ્રયત્નો કરવા છતા આ વૃક્ષને કાપી અથવા તો પાડી શકાયું નથી.
શિવ મંદિરમાં નથી શિખર
આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે. એ વૃક્ષની નીચે આ મહાદેવની સ્થાપના કરેલી તે પણ 5500 વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ પણ હાલ મોજુદ છે. જેટલો મહિંમા ભગવાન શિવનો છે, તેટલો જ મહિમા અહીં આવેલા વરખડીના વૃક્ષના દર્શન કરવાનો છે. કહેવાય છે, કે અહિં આવેલા વરખડીના વૃક્ષનો અને ભગવાન મહાદેવનો સીધો સંબંધ છે.
વૃક્ષ પરથી ચૈત્રમાસમાં ઝરે છે ખાંડ
પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતા. આ ઝાડનો મહિમા એટલો બધો છે, કે અહીં ચૈત્ર માસ દરમિયાન વૃક્ષ પરથી ખાંડ ઝરે છે. અને ભાવિકો દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે. આ મંદિર એટલું સમૃદ્ધ થઇ ગયું છે, કે અહીં દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે. અહીં ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન માટે ભંડારો પણ કરવામાં આવે છે. કહેવાય છે, કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
મહાભારત સમયે ભીમે કરી હતી સ્થાપના
પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અર્જુને મહાદેવની પૂજા કર્યા વિના જમવું નહી એવું વ્રત રાખ્યું હતું. તેથી અજ્ઞાતવાસ દરમિયાન અહીંના જંગલમાં ક્યાંયે શિવલિંગ ન મળતા ભીમે શિવલિંગ આકારના પાષાણને જાળનાં વૃક્ષ નીચે સ્થાપિત કરી જંગલી ફૂલો ચઢાવીને અર્જુન અને કુંતીને આ સ્થળ બતાવી જણાવ્યું કે અહીં જ શિવલિંગ છે. શિવભક્ત અર્જુન ભાવવિભોર થઈને શ્રદ્ધાથી બાજુમાં વહેતી નદીમાંથી જળ લાવી શિવપૂજન કર્યું હતું.
ભીમનાથ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી તેમ જ ખાનગી સંસ્થાઓમાં નોકરી પણ કરે છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.