ચમત્કાર નહીં તો બીજું શું કહેવાય ? આ રહસ્યમય મંદિરના સ્તંભોમાંથી આવે છે સંગીતનો અવાજ…

ધાર્મિક

આ મંદિરના સ્તંભમાંથી ગીતનો અવાજ આવે છે, રાઝ જાણવા માટે અંગ્રેજોએ સ્તંભ ક-પાવી નાંખ્યા હતા. આજના રહસ્યમાં, અમે તમને વિરૂપાક્ષ મંદિર વિશે જણાવીશું. ભારતના પ્રખ્યાત ઐતિહાસિક મંદિરો પૈકીનુ એક રહસ્યમયી મંદિર કર્ણાટકના હમ્પીમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર હમ્પી રામાયણ કાળના કિષ્કિંધ સાથે જોડાયેલુ છે. આ મંદિરમાં ભગવાન શિવના વિરૂપાક્ષ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

આજના રહસ્યમાં, અમે તમને વિરૂપાક્ષ મંદિર વિશે જણાવીશું. ભારતના પ્રખ્યાત ઐતિહાસિક મંદિરો પૈકીનુ એક રહસ્યમયી મંદિર કર્ણાટકના હમ્પીમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર હમ્પી રામાયણ કાળના કિષ્કિંધ સાથે જોડાયેલુ છે. આ મંદિરમાં ભગવાન શિવના વિરૂપાક્ષ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ પ્રાચીન મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ છે. આ મંદિરની ઘણી વિશેષતાઓ છે અને તેની સાથે રહસ્ય પણ જોડાયેલું છે. બ્રિટિશરોએ પણ આ મંદિરનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને સફળતા મળી નહીં.

રાવણની વારંવારની પ્રાર્થના બાદ ભગવાન શિવ તેની સાથે લંકા જવા સંમત થયા, પરંતુ તેમણે રાવણની સામે એક શરત મૂકી. શરત એ હતી કે, લંકા લઈ જતી વખતે શિવલિંગને રસ્તામાં ક્યાંય જમીન પર ન મૂકવુ. રાવણ શિવલિંગ સાથે લંકા જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં તેણે એક વ્યક્તિને શિવલિંગ પકડવા માટે આપ્યું. શિવલિંગનું વજન તે વ્યક્તિ સહન ન કરી શક્યો અને તેણે શિવલિંગને જમીન પર મૂકી દીધુ. ત્યારથી આ શિવલિંગ અહીં જ રહ્યું. હજારો પ્રયત્નો પછી પણ આ શિવલિંગને કોઈ ખસેડી શક્યું નથી.

વિરૂપાક્ષ મંદિરની દિવાલો પર તે પ્રસંગના ચિત્રો કોતરવામાં આવ્યા છે. ચિત્રોમાં બતાવાયુ છે કે રાવણ ભગવાન શંકરને ફરી શિવલિંગ ઉપાડવા માટેની પ્રાર્થના કરી રહ્યો છે, પરંતુ ભગવાન શિવ ના પાડી દે છે. માનવામાં આવે છે કે, જે જગ્યાએ શિવજીનું મંદિર છે ત્યાં ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન હતું. પરંતુ તેમણે આ સ્થાનને રહેવા માટે ખૂબ મોટું માન્યું અને પાછા ક્ષીરસાગર ગયા.

કહેવાય છે કે, આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં બનેલા આ મંદિરનું ગોપુરમ 500 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, જે 50 મીટર ઊંચું છે. ભગવાન શિવ અને દેવી પંપા સિવાય અહીં ઘણા નાના મંદિરો છે. વિરૂપાક્ષ મંદિરનું નિર્માણ વિક્રમાદિત્યની દ્વિતીય રાણી લોકમાહ દેવીએ કર્યું હતું. આ મંદિર પંપાવતી મંદિર તરીકે પણ ઓળખાય છે.

આ મંદિરની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ મંદિરના કેટલાક સ્તંભોમાંથી સંગીતનો અવાજ આવે છે. તેથી જ તેમને સંગીતના સ્તંભ પણ કહેવામાં આવે છે. એવુ કહેવાય છે કે, અંગ્રેજોએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે સંગીતનો અવાજ સ્તંભમાંથી કેવી રીતે આવે છે. આ માટે, તેમણે મંદિરના સ્તંભોને તો-ડી નાંખ્યા અને જોયું તો ચકિત થઈ ગયા, કારણકે સ્તંભ અંદરથી ખોખલા હતા અને અંદર જ કશું જ નહોતું. આ રહસ્ય આજદિન સુધી રહસ્ય જ બની રહ્યુ છે. એટલા માટે જ આ મંદિરને રહસ્યમયી મંદિર કહેવામાં આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *