ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી હિન્દુ નવુ વર્ષ શરુઆત થઇ છે. આ રીતે ચૈત્ર મહિનાની નવરાત્રી હિન્દુ વર્ષની પહેલી નવરાત્રી હોય છે. આ નવરાત્રીના 9 દિવસો દરમિયાન મા દુર્ગાના 9 રુપોની પૂજા કરવામાં આવે છે.
અષ્ટમી તિથિના દિવસે મહાઅષ્ટમી ઉજવવામાં આવે છે અને માં દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. તો નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે રામનવમી તરીકે ઉજવવામાં આવે છે.
કારણ કે ચૈત્ર શુક્લની નોમના દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. આ વર્ષે નવરાત્રી સંપૂર્ણ 9 દિવસની છે, એટલે કે 9 દિવસોને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.
ક્યારે છે મહાઅષ્ટમી 2023
હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે ચૈત્ર નવરાત્રીની દુર્ગા અષ્ટમી 29 માર્ચ, બુધવારના રોજ હશે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 29 માર્ચની રાત્રે 09 વાગીને 07 મિનિટ સુધી રહેશે. આ દિવસે માં દુર્ગાના આઠમાં અવતાર માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.
ઘણા લોકો આ દિવસે હવન-પૂજન અને કન્યા પૂજન કરે છે. આ વખતે દુર્ગા અષ્ટમીના દિવસે રવિ યોગ અને શોભન યોગ બને છે, આ સમયે કરવામાં આવેલ પૂજા-ઉપાય ખૂબ જ લાભ આપશે.
ક્યારે છે રામનવમી 2023
હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે રામ નવમી 30 માર્ચના રોજ ઉજવવામાં આવશે. 30 માર્ચની રાત્રે 11 વાગીને 30 મિનિટ સુધી ચૈત્ર શુક્લ નવમી તિથિ રહેશે. મહાનવમીના રોજ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે, તે સાથે ભગવાન રામનો જન્મોત્સવ આખા દેશમાં ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે મહાનવમીના દિવસે શુભ યોગ- સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, ગુરુ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બને છે.
આ શુભ યોગોનું જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં કરવામાં આવેલ પૂજા-પાઠ અથવા કામ ખૂબ જ શુભ ફળ આપે છે. તે સાથે જ આ દિવસે હવન અને કન્યા પૂજન કરવું શુભ છે
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.