ચાંદીના ચોરસ ટુકડાનો એક ઉપાય ગજબ પરીણામ આપે છે. તેને ખિસ્સામાં કે તિજોરીમાં મુકવાથી ઘરમાં ઘનની આવક વધી જાય છે. સાથે જ નોકરી-વ્યાપારની સમસ્યા પણ દૂર થાય છે.
રત્નોની જેમ ધાતુ પણ શુભ-અશુભ અસર કરે છે. તેને ધારણ કરતા જ અથવા તેને સંબંધિત ઉપાય કરતા જ ખૂબ જલ્દી તેનું પરિણામ જોવા મળે છે. લાલ પુસ્તકમાં પણ સોનું, ચાંદી, તાંબુ, પીતળ, લોખંડની ધાતુથી જોડાયેલી ઉપાયો-ટોટકા વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં ચાંદીના ચોરસ ટુકડા સાથે જોડાયેલા અમુક ઉપાયો પણ શામેલ છે. આ ઉપાય ખૂબ જ કારગર છે.
ખિસ્સા અથવા તિજોરીમાં ચાંદીના ટુકડા મુકવાના ફાયદા
લાલ પુસ્તકમાં કે ચાંદીનો ચોરસ ટુકડો ખિસ્સામાં અથવા ઘરની તિજોરીમાં મુકવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાય ખૂબ કામના છે. તેનાથી ઘરમાં ઈનકમ વધે છે અને નોકરી-વ્યાપારમાં ખૂબ તરક્કી આવે છે.
ચાંદીનો ચોરસ ટુકડો ખિસ્સામાં મુકવાથી કર્મ ભાવના દોષ સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિને પોતાના કામોનું શુભ ફળ મળવા લાગે છે.
ચાંદીનો સંબંધ શુક્ર ગ્રહથી છે અને શુક્ર દરેક ભૌતિક સુખ, સૃદ્ધિ, રોમાંસનું કારક છે. એવામાં ચાંદીનો ટુકડો રાખતા જ શુક્ર ગ્રહ શુભ ફળ આપે છે અને વ્યક્તિના જીવનમાં સુખ-સુવિધાઓ, પૈસા વધે છે.
ચાંદીનો ચોરસ ટુકડો મુકવાથી કુંડળીમાં ચંદ્ર પણ મજબૂત થાય છે. તેનાથી માનસિક શક્તિ મજબૂત થાય છે. વ્યક્તિ યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લઈ શકે છે.
ચાંદી ધન-સંપત્તિ વધારે છે તેના કારણે વ્યાપારમાં આવનાર દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. નોકરી કરતા લોકોને પણ ચાંદીના ચોરસ ટુકડાને ખિસ્સામાં રાખવાથી તરક્કી મળે છે.
તિજોરીમાં ચાંદીનો ચોરસ ટુકડો રાખવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે. ઘરમાં ધન વધે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.