મેષ રાશિ
આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધશે. તમારા સ્વભાવમાં વધારે સકારાત્મકતા બની રહેશે. આ અઠવાડિયે તમે વિચારેલા બધા કામ સમજી-વિચારીને શાંતિથી પૂરા કરવાના પ્રયત્ન કરવા, જેથી તમને જરૂર સફળતા મળશે. ધ્યાન રાખવું કે તમે બિનજરૂરી કોઈ મુસીબતમાં પડી શકો છો, જેને કારણે નજીકના વ્યક્તિ તમારા ઉપર કોઈ આરોપ લગાવી શકે છે. જોકે જલ્દી જ સાચી વાતનો ખુલાસો થઈ જશે. આ સમયે વેપાર ધંધા સાથે જોડાયેલ કોઈ પણ કામ ખૂબ જ સમજી-વિચારીને કરવા અને નિર્ણય પણ સમજી વિચારીને લેવો. થોડી પણ ભુલથી તમારે નુક્સાન સહન કરવું પડશે. નોકરી કરતા લોકોને પોતાની યોગ્યતાને કારણે કોઈ પારિતોષિક મળવાની સંભાવના છે. જીવનસાથી સાથેના સંબંધો મધુર અને સૌહાર્દપૂર્ણ રહેશે. ઘરનું વાતાવરણ પણ ખુશ મિજાજ બની રહેશે.
વૃષભ રાશિ
આ અઠવાડિયે તમે જે કોઈપણ કામ કરવાનું મનમાં નક્કી કરી લો તેને પૂરા કરીને જ રહેશો. સાથે જ કોઈ વડીલ વ્યક્તિના માર્ગદર્શનથી તમને સહયોગ મળશે. સામાજિક કામમાં તેમજ સમાજ સેવા સંસ્થાનમાં તમારૂ ખાસ યોગદાન રહેશે. પરંતુ કામ ઉપર વધારે ધ્યાન ન આપી શકવાને લીધે કેટલાક મહત્વના કામ અટકી શકે છે. આ સમયે ખોટી આદતો અને ખોટી પ્રવૃત્તિ વાળા લોકોથી દૂર રહેવાની જરૂર છે. નવા કામ માટેની યોજના બનશે. આ સમયે જોખમ વાળા કામમાં રોકાણ કરવાથી ફાયદો મળી શકે છે. નોકરીમાં નવા ચાન્સ અને ઓફર મળી શકે છે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે કોઈ દુર્ઘટના થવાના સમાચાર મળવાથી પરિવારનું વાતાવરણ દુઃખદ રહી શકે છે. આ સમયે શાંતિ બનાવી રાખવી જરૂરી છે.
મિથુન રાશિ
તમારી પાછળની કેટલીક ભૂલમાંથી શીખીને આજે તમે તમારી વાણીમાં થોડો બદલાવ લાવશો. જે તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. ભાઈઓ સાથે ચાલી રહેલા વાદવિવાદ દૂર થશે. કોઇ ઇચ્છા મુજબની વાત બનવાથી તમારા મનમાં પ્રસન્નતા રહેશે. બહારના વ્યક્તિની મદદ કરવાનો ચાન્સ મળી શકે છે, પરંતુ ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવો. તેમજ બીજા સાથે સલાહ કરીને નિર્ણય લેવાનો પ્રયત્ન કરવો. વ્યવસાયિક ગતિ વિધિઓ સારી રીતે ચાલતી રહેશે. ધ્યાન રાખવું કે તમારી કોઈ યોજના ખરાબ ન થાય. તમારે તમારી યોજનાઓને ગુપ્ત રાખવી. તમારી બનાવેલી નીતિઓ ઉપર જ કામ કરવું. વૈવાહિક જીવન ઉત્તમ બની રહેશે. યુવાનોએ કોઈ જગ્યાએ ફ્લર્ટ કરવાના પ્રયત્ન ન કરવા નહીં. તમે મુશ્કેલીમાં પડી શકો છો.
કર્ક રાશિ
કોઈ સમાજ સેવા સંસ્થા સાથે જોડાવવાથી અને તેમાં સહયોગ આપવાથી આ અઠવાડિયે વધારે પડતો સમય તેમાં પસાર થશે. જો ઘરમાં કોઈ પરિવર્તન કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે યોજના બનાવવા માટે ઉત્તમ સમય છે. યુવાનોને પોતાની મહેનતનું શુભ પરિણામ મળશે. ધ્યાન રાખો કે તમારા અભિમાનને કારણે તમારા બનતા કામ બગડી શકે છે. ભાઈઓ સાથે મતભેદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. સમજદારી તેમજ શાંતિથી દરેક કામ પૂરા કરવાથી સ્થિતિઓ સારી થઈ જશે. વેપાર સાથે જોડાયેલી ગતિવિધિઓ ઉપર વધારે પ્રચાર પ્રસાર કરવો જરૂરી છે. સાથે જ પ્રભાવશાળી લોકો સાથે નવા સંપર્ક બનશે. આ સમયે માર્કેટિંગ સાથે જોડાયેલી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવું. તેમજ લોકો સાથે મેલ મુલાકાત પણ વધારે રહેશે. પતિ-પત્નીએ એકબીજાના સહયોગથી ઘરની વ્યવસ્થા સાથે જોડાયેલા બધા કામ સારી રીતે પૂરા કરવા. તેમજ પરિવારના લોકો સાથે બહાર ફરવા અથવા તો ડિનર પર જવાનો પ્રોગ્રામ બની શકે છે.
સિંહ રાશિ
તમારી મહેનત અને પરિશ્રમના યોગ્ય પરિણામો મળવાથી તમે શાંતિનો અનુભવ કરશો. તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર ગર્વ રહેશે. સંતાનોને સારા કામ કરતા જોઇને તમને ખુશી મળશે. ઘરમાં ધાર્મિક આયોજન સાથે જોડાયેલ પ્લાનિંગ થઈ શકે છે. જલદી સફળતા મેળવવા માટે તમારું મન નકારાત્મક ગતિવિધિઓ તરફ જઈ શકે છે. એટલા માટે ધ્યાન રાખવો અને ધીરજ બનાવી રાખવી. ક્યારેક ક્યારેક તમારું મનોબળ નબળું રહેવાથી તમારી યોજનાઓ ખરાબ થઈ શકે છે. વેપારમાં વિસ્તાર સાથે જોડાયેલ જે રૂપરેખા તમે બનાવેલી હતી તેના ઉપર કામ કરવા માટે યોગ્ય સમય છે. તેનાથી તમને જરૂર સફળતા મળશે. મિલકત સાથે જોડાયેલી બાબતોમાં કોઈ સારી ડીલ થવાની સંભાવના છે. જીવનસાથી સાથે ઘરની કોઈ સમસ્યાને લઈને બોલાચાલી થઈ શકે છે. પરંતુ જલ્દીથી સમસ્યાનું સમાધાન મળવાથી સંબંધોમાં મધુરતા આવી જશે.
કન્યા રાશિ
આ સમયે કોઈપણ પ્રકારની લાભદાયક અને ખુશી વાળી પરિસ્થિતિ બની રહી છે અને તેને તમારા ઉપર હાવી ન થવા દેવી. તેમજ પુરી ઉર્જા ભેગી કરીને કામમાં ધ્યાન આપવું. પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલ સમસ્યાનો ઉકેલ મળવાથી ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે. બાળકો ઉપર વધારે પ્રતિબંધ ન લગાવવો તેનાથી તેનું આત્મબળ નબળું પડી શકે છે. નકારાત્મક વાતોને તમારા ઉપર આવી ન થવા દેવી, સમજદારી અને શાંતિથી કામ પૂરા કરવાના પ્રયત્ન કરવા. આ અઠવાડિયે કાર્યક્ષેત્રમાં થોડા મહત્વના ચાન્સ મળી શકે છે. બધા કામને તમારે જાતે જ પૂરા કરવાના પ્રયત્ન કરવા નહીંતર તેનો શ્રેય બીજા કોઈ લઈ જઈ શકે છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા બનાવી રાખવા માટે થોડો સમય પસાર કરવો અને મનોરંજન સાથે જોડાયેલા પ્રોગ્રામ બનાવવા.
તુલા રાશિ
આ સમયે ગ્રહની સ્થિતિ અને આત્મબળને વધારવામાં તમારું ભરપૂર યોગદાન રહી છે. કામ પ્રત્યે સમર્પણ અને નવી ઉપલબ્ધિઓ મળતી રહેશે. કર્મ અને પુરુષાર્થના માધ્યમથી તમને સારી એવી સફળતા મળશે. કામ વધારે રહેવાને લીધે સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું આવી શકે છે. તમારે તમારી ભાવનાઓને કાબૂમાં રાખવી. બાળકો સાથે તેની ગતિવિધિઓ વિશે જાણકારી લેવામાં સમય પસાર કરવો. વ્યવસાયમાં જે વર્તમાન ચાલી રહેલું છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવું, સારી સફળતા મળવાની આશા છે. માર્કેટિંગ સાથે જોડાયેલા કામમાં અડચણો આવી શકે છે પરંતુ તેને દૂર કરવા માટે પ્રયત્નો કરવા. પતિ-પત્ની ઘરની વ્યવસ્થા બનાવી રાખવામાં સફળ રહેશે, જેનાથી પારિવારીક તેમજ એકબીજા સાથેના સંબંધોમાં મધુરતા બની રહેશે.
વૃશ્ચિક રાશિ
પાછલા કેટલાક દિવસોથી તમે જે કોઈપણ કામ કરવાના પ્રયત્નો કરી રહેલા હતા તેનું આ અઠવાડિયે પરિણામ મળવાનું છે. અઠવાડિયાના મધ્યભાગમાં પરિસ્થિતિઓ તમારા માટે અનુકૂળ રહી શકે છે. કોઈ નવી વસ્તુ અથવા તો આ આભૂષણ ખરીદવાની યોજના બનશે. પરંતુ કલ્પનામાં ન જીવીને તેને હકીકતમાં ક્રિયાન્વિત કરવી. બાળકોની સમસ્યાને ધ્યાનથી સાંભળવી અને તેને ઉકેલવાના પ્રયત્નો કરવા, તેનાથી બાળકોનો આત્મવિશ્વાસ બની રહેશે. આ અઠવાડિયે વ્યવસાય સાથે જોડાયેલા નવા કરાર થઈ શકે છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ કામ કરતાં પહેલાં તેના બધા પાસાઓને સારી રીતે સમજી વિચારી લેવા જરૂરી છે. નોકરી કરતા લોકોએ સાવધાન રહેવું. કોઈપણ ભૂલ થવાને લીધે અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે. જીવનસાથી ના આરોગ્યને લઇને ચિંતા રહેશે. તેનો યોગ્ય ઇલાજ કરવાની જરૂર છે.
ધન રાશિ
વ્યસ્ત હોવા છતાં તમે થોડો સમય મિત્રો અને પરિવારના લોકો સાથે પસાર કરવા માટે મેળવી લેશો, તેનાથી તમારા સંબંધો મજબૂત બનશે. ઘરમાં કોઈ વડિલ વ્યક્તિઓની સલાહ સૂચનાઓ તમારા માટે લાભદાયક સાબિત થશે. શારીરિક રૂપે આજે તમે ઊર્જાવાન રહેશો. આ અઠવાડિયે તમને કોઈ ખરાબ સમાચાર મળવાના સંકેત મળી રહ્યા છે, જેને કારણે ભય અને અવસાદ જેવી વાતો તમારા મગજ ઉપર હાવી થઈ શકે છે. થોડો સમય આત્મચિંતન અને આધ્યાત્મિક સ્થળ ઉપર પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. મશીનરી વગેરે સાથે જોડાયેલા કામમાં મુશ્કેલી રહી શકે છે. આ સમયે કામના ક્ષેત્રે નાની-મોટી બધી વાતોને જીણવટથી અને ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર છે. કોઈપણ પરેશાનીમાં જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ લેવી જરૂરી છે, જેથી તમને સારી સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં કોઈ પણ પ્રકારનો મનભેદ રહી શકે છે.
મકર રાશિ
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે. ભાવનાત્મક રૂપે તમે પોતાની જાતને સશક્ત અનુભવશો. જમીન મિલકત સાથે જોડાયેલા કામમાં વ્યસ્તતા બની રહેશે, તેમજ સારી સફળતા મળશે. કોઈ મિત્ર સાથેની મુલાકાત યાદગાર ક્ષણોને તાજી કરશે. કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું અને તમારા ગુસ્સા અને વાણીને કાબુમાં રાખવા. કામના ક્ષેત્રે કર્મચારીઓની ગતિ વિધિને લીધે તમને તણાવ રહી શકે છે. તમે તમારા કામ સારી રીતે પૂરા કરશો. કારકિર્દીમાં સ્થિરતા આવશે. અધિકારી વર્ગને તેની ઇચ્છા મુજબની સફળતા મળશે. પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય બની રહેશે. પારિવારિક વાતાવરણ સુખ અને શાંતિ વાળું રહેશે. પ્રેમ સંબંધો વધારે રોમેન્ટિક બનશે.
કુંભ રાશિ
આત્મવિશ્વાસ બનાવી રાખવો તેમજ વિપરીત પરિસ્થિતિ ઓનું સમાધાન મેળવવું આ રાશિ વાળાનો ખાસ ગુણ છે. આ સમયે બીજા પર આધાર રાખવાને બદલે તમારે તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો. પ્રકૃતિ તમારા માટે પ્રગતિના નવા નવા રસ્તાઓ ખોલી રહી છે તેમજ પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. વિદ્યાર્થીઓ પોતાના કોઈ પ્રોજેક્ટમાં અસફળ થવાથી નિરાશ રહી શકે છે. ફરીથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને હિંમત ન હારવી. વ્યવસાયિક વિકાસ માટે તમારા સંપર્કોને વધારવાની જરૂર છે. આ સમયે કેટલાક નવા કરાર મળવાથી આર્થિક પરિસ્થિતિ સારી બની રહેશે. તેમજ કર્મચારીઓ તથા સહયોગી ઓનું ભરપૂર યોગદાન મળશે. નોકરી કરતા લોકો માટે સમય ચુનોતી વાળો છે. વ્યસ્તતા હોવા છતાં તમે ઘર પરિવાર માટે સમય મેળવી શકશો. પ્રેમ સંબંધોમાં નજીકતા આવશે.
મીન રાશિ
આ અઠવાડિયે તમે તમારા વ્યક્તિગત કામમાં વધારે ધ્યાન આપશો. તમારી ઈચ્છા મુજબ કામ પૂરા થવાથી તણાવ દૂર થશે તેમજ તમે તાજગીનો અનુભવ કરશો. અચાનક જ કોઈ મોટી મુશ્કેલી થઈ શકે છે, જેને લીધે તમે ચિંતિત રહેશો. ઘર સાથે જોડાયેલ કામમાં વધારે ખર્ચ રહી શકે છે. એટલા માટે બજેટ બનાવીને ચાલવું જરૂરી છે. તમારા ગુસ્સાને કારણે સંબંધોમાં અણબનાવ બની શકે છે. કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં ધીરજ બનાવી રાખવી અને સમાધાન મેળવવાના પ્રયત્ન કરવા. દૂર દરાજના ક્ષેત્ર તરફથી સારા સંપર્ક બનશે. આજુબાજુના લોકો સાથે ચાલી રહેલી પ્રતિસ્પર્ધામાં સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવાની જરૂર છે. નોકરીમાં તમારા કામ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. બિનજરૂરી ગુસ્સો અને ચીડિયાપણું રહેવાથી ઘરનું વાતાવરણ તણાવ વાળું રહી શકે છે. તમારા સ્વભાવમાં નરમાઈ બનાવી રાખવી તેમજ ઘર પરિવાર સાથે ખુશનુમા સમય પસાર કરવો.