ધનતેરસે સાંજના સમયે કરો આ મંત્ર જાપ, પૈસાથી ભર્યુ રહેશે તમારૂ ઘર…

ધાર્મિક

ધનતેરસ નો પાવન પર્વ છે. ધનતેરસનો ઉત્સવ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્રમંથન સમયે ભગવાન ધન્વંતરી અમૃત કુંભ સાથે પ્રગટ થયા હતા.

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની ઉપાસના કરવાથી માતા લક્ષ્મી કૃપા વપસાવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની પરંપરા છે. તેનાથી આખું વર્ષ ઘરમાં પૈસા અને અનાજથી ભરેલું રહે છે. આ સિવાય કેટલાક ઉપાય અને મંત્રનો જાપ કરવાથી તમે પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

લક્ષ્મીજીનાં બે રૂપ છે જે મુજબ ‘શ્રીરૂપ’ જે કમળ પર બિરાજે છે, જ્યારે લક્ષ્મી રૂપમાં તે ભગવાન વિષ્ણુ સાથે રહે છે તો બીજી એક માન્યતા પ્રમાણે ભૂદેવી અને શ્રીદેવી એમ બે રૂપ છે.  ભૂદેવી ધરતીની દેવી જ્યારે શ્રી દેવી સ્વર્ગની દેવી કહેવાય છે.  ભૂદેવી ફ્ળદ્રુપતા સાથે જ્યારે શ્રીદેવી મહિમા અને શક્તિ સાથે જોડાયેલી છે. ભૂદેવીને સરળ અને સહયોગ કરનારી પત્ની માનવામાં આવે છે જ્યારે શ્રીદેવી ચંચળ છે, ખુદ ભગવાન વિષ્ણુને તેમને ખુશ રાખવા હંમેશાં પ્રયત્ન કરતા રહેવું પડે છે.

માતા લક્ષ્મીનાં આઠ રૂપ

માતા લક્ષ્મી નાં જ આઠ રૂપનો ઉલ્લેખ થાય છે જે છે આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વીરલક્ષ્મી, વિજયાલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી સાથે જ લક્ષ્મીના આઠ અવતાર દર્શાવવામાં આવે છે.  વૈકુંઠમાં નિવાસ કરે છે તે ‘મહાલક્ષ્મી’,  સ્વર્ગમાં નિવાસ કરનારી ‘સ્વર્ગલક્ષ્મી’, ગોકુળમાં બિરાજમાન ‘રાધાજી’, બધી જ વસ્તુઓમાં વાસ કરનારી ‘શોભા’, યજ્ઞામાં ‘દક્ષિણા’, ગૃહમાં ‘ગૃહલક્ષ્મી’ ગૌલોકમાં ‘સુરભી’ અને પાતાળ તેમજ ભૂલોકમાં નિવાસ કરનારી રાજલક્ષ્મી.  મહાભારતમાં વિષ્ણુપત્ની લક્ષ્મી અને રાજ્યલક્ષ્મી, બે પ્રકારનાં લક્ષ્મી સ્વરૂપ કહ્યાં છે.

ધનતેરસે સાંજના સમયે જપો આ મંત્ર

ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नमः स्वाहा।।

‘यक्षाय कुबेराय वैश्रवणाय धन-धान्य अधिपतये धन-धान्य समृद्धि मे देहि दापय स्वाहा।’

મંત્રના શક્ય તેટલા વધારે જાપ કરવા અને પછી આઠ દીવાને ચાર દિશા અને ચાર ખૂણામાં રાખી દો અને કમળકાકડીને તિજોરીમાં રાખી દો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *