સપનામાં આ 5 વસ્તુ દેખાય તો ઘરમાં થાય ધનના ઢગલા, લક્ષ્મીમાતાની અપાર કૃપા રહે છે.

ધાર્મિક

લોકો સપના જોતા હોય છે. આ સપના સારા અને ખરાબ એમ બંને પ્રકારના સંકેત આપતા હોય છે. સપના શાસ્ત્ર મુજબ દરેક સપનાનો એક ગર્ભિત અર્થ હોય છે. આ સપનું ભવિષ્યની ઘટનાઓનો પૂર્વ સંકેત આપે છે. સપનામાં કેટલીક વિશેષ ચીજો દેખાય તો ધનલાભના સંકેત મળે છે. ત્યારે આવો જાણીએ કે સપનામાં કઈ ચીજો જોવાથી ધનલાભ થઈ શકે છે.

સપનામાં ઉંદર દેખાય

સપના શાસ્ત્ર મુજબ સપનામાં જો ઉંદર દેખાય તો શુભ છે. સપનામાં ઉંદર દેખાય તેનો અર્થ એ છે કે અચાનક ધનલાભ થવાનો છે. આ સપનું જીવનમાં સમૃદ્ધિનો સંકેત પણ આપે છે.

સપનામાં ગાય

સપનામાં ગાય દૂધ આપતી જોવા મળે તો શુભ છે. આ સપનું સુખ સમૃદ્ધિનો સંકેત આપે છે. આ ઉપરાંત સપનામાં ચિતકારી ગાય દેખાવવાનો અર્થ છે વેપારમાં આર્થિક લાભ થઈ શકે છે.

છોકરી નૃત્ય કરતી દેખાય

આમ તો અસલ જીવનમાં છોકરી નૃત્ય કરતી જોવા મળે તો તે મનોરંજનનો ભાગ ગણાય છે. પરંતુ સપનામાં કોઈ છોકરી નૃત્ય કરતી જોવા મળે તો ધન પ્રાપ્તિનો સંકેત છે.

ભગવાનના દર્શન

સપનામાં ભગવાનના દર્શન કરવા અત્યંત શુભ ગણાય છે. આવું સપનું ખુબ જ શુભ ફળ આપનારું મનાય છે. આ સપનાનો અર્થ છે કે દૈવી કૃપા થવાની છે. આ સાથે જ આવનારા સમયમાં સુખ સમૃદ્ધિની સાથે સાથે ધન પ્રાપ્તિ પણ થવાની છે.

સપનામાં માછલી દેખાય

સપના શાસ્ત્ર મુજબ સપનામાં માછલી દેખાય તો તે પણ શુભ છે. સપનામાં માછલી દેખાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *