શુક્રવારે આ 1 મંત્રથી કરો માતા લક્ષ્મીનું પૂજન, ઘરમાં ક્યારેય નહીં રહે પૈસાની કમી, એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો.

ધાર્મિક

શુક્રવારે ઉપવાસ રાખી માતા વૈભવ લક્ષ્મીની પૂજા કરી આ મંત્રનો 108 વખત જાપ કરવો જેથી આપનાં ઘરમાં માતાજીની કૃપા હમેશાં માટે રહેશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે.

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીનો દિવસ ગણાય છે. આ દિવસે માતાની આરાધના કરવામાં આવે તો તેનાંથી વ્યક્તિને વિશેષ લાભ થાય છે. આ દિવસે લક્ષ્મી દેવીની પૂજા અને ઉપવાસ કરાય છે. માન્યતા છે કે માતા લક્ષ્મીના વ્રત અને પૂજા નિષ્ઠા સાથે કરાય તો ધનની કમી રહેતી નથી. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. આ દિવસે વિશેષ મંત્રના ઉચ્ચારણ કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. તેમની ભક્તિ કરવાથી ઉંમરમાં વૃદ્ધિની સાથે સમાજમાં માન મળે છે, સ્વાસ્થ્ય સારું રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત કરવાથી પણ લાભ થાય છે. જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઇએ. શુક્રવારના દિવસે વ્રત કરવાથી સંતોષી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે.

લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરો – ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થાય છે. મા લક્ષ્મીના આ મંત્રના જાપથી તેઓ પ્રસન્ન થાય છે. આ સાથે જ ૐ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ૐ નમ: મંત્રનો 108 વખત જાપ કરો.

કેવી રીતે કરશો માતાજીની પૂજા – ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.

શુક્રવારનાં સાંજનાં સમયે કરો ધીની પાંચ જ્યોતવાળી દીવો – સાંજના સમયે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર સળગાવીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *