‘શ્રીફળનો પહાડ’, ગુજરાતના આ મંદિરમાં વર્ષોથી પડેલા શ્રીફળમાંથી એકેય નથી બગડ્યું

ધાર્મિક

ગેલા ગામમાં એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અહીં 700 વર્ષ પહેલા ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શિલા પ્રગટ થઈ હતી.

બનાસકાંઠાના લાખણી જિલ્લાથી 6 કિમી દૂર ગેળા ગામ આવેલું છે. જ્યાં ‘શ્રીફળનો પહાડ’ આવેલો છે.  જી હાં,  તમે બરાબર વાંચ્યું.  ગેલા ગામમાં એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અહીં 700 વર્ષ પહેલા ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શિલા પ્રગટ થઈ હતી. ત્યારથી આ શિલા હનુમાન દાદાના નામથી પૂજાય છે. અહીં શ્રીફળ વધેરવાની સાથે શ્રીફળ પણ મુકવામાં પણ આવે છે.

‘શ્રીફળ મંદિર’ તરીકે ઓળખાય છે હનુમાનજીનું મંદિર

ભક્તો અહીં શ્રીફળ ચઢાવે છે અને સાથે જ તેને ત્યાં મુકે પણ છે આ રીતે ધીરે – ધીરે અહીં શ્રીફળનો પહાડ રચાઈ ગયો છે. અહીં શ્રીફળનો પહાડ આવેલો હાવાના કારણે આ મંદિરનું નામ ‘શ્રીફળ મંદિર’ રાખવામાં આવ્યું. આ પહાડમાંથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું નથી. અહીં શનિવારે મીની મેળા જેવો માહોલ જામે છે. આશ્ચર્યની વાતતો એ છે કે અહીં વર્ષોથી પડેલા આ શ્રીફળ ક્યારેય બગડતા પણ નથી અને તેમાંથી કોઈ દુર્ગંધ પણ નથી આવતી.

1 હજારથી વધુ ગાયોની વિશાળ ગૌશાળા પણ છે

આ મંદિરના દર્શન માત્રથી જ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં દર શનિવારે મેળો ભરાય છે. જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગેલા ગામમાં દર શનિવારે હજારો લોકો દર્શન કરવા માટે આવે છે. આ મંદિર દ્વારા એક એક ગૌશાળ પણ ચલાવવામાં આવે છે. જ્યાં અંદાજે 1 હજારથી પણ વધુ ગાયો રહે છે. તેનું સંપૂર્ણ સંચાલન ગેળા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ગાયોની દેખરેખ મંદિરમાં આવતા દાન દ્વારા કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ગૌશાળામાં એક દિવસનો ખર્ચ જ અંદાજે 70,000 રૂપિયા જેટલો છે.

બનાસકાંઠાના લાખણી જિલ્લાથી થોડે જ દૂર આવેલું આ મંદિર તમે ન જોયું હોય તો એક વખત દર્શન કરવા જરૂરથી જજો.  ફેમિલી સાથે જવા માટે અને હનુમાનના દાદાના દર્શન કરવા માટે અહીં જવું એક લાહાવો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *