દશેરાનું મુહૂર્ત તમામ પ્રકારના કામ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે
હિન્દૂ ધર્મમાં જેટલા પણ તહેવાર મનાવવામાં આવે છે તે તમામ તહેવારનો કોઇને કોઇ સંદેશ હોય છે. તેવી જ રીતે દશેરા પર્વનો સંદેશો છે. બુરાઇ પર અચ્છાઇની જીત. હિન્દૂ પંચાગ અનુસાર આશ્વિન માસની શુક્લ પક્ષની દશમી અને દિવાળીના ઠીક વીસ દિવસ પહેલાં વિજયાદશમી અથવા દશેરાનો તહેવાર વિશ્વભરમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે ઘમંડી રાવણનો વ-ધ કરીને માતા સીતાને તેમના ચંગુલમાંથી બચાવ્યા હતા. આ દિવસ વિજયાદશમી તરીકે પણ મનાવવામાં આવે છે. જ્યાં માન્યતા અનુસાર આ દિવસ વિજયા માતા સાથે પણ સાંકળવામાં આવે છે, ત્યારે ઘણા બધા લોકો આ દિવસે આયુધ પૂજા સ્વરૂપે પણ મનાવે છે. આયુધ પૂજા અર્થાત શસ્ત્ર પૂજા.
દશેરા દિવસથી સંકળાયેલી પરંપરા
દશેરાનું મુહૂર્ત તમામ પ્રકારના કામ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એવામાં શત્રુઓ પર જીત હાંસલ કરવા માટે નવા વાહન, નવા આભૂષણ અથવા કોઇ પણ પ્રકારની ખરીદી કરવા માટે પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઇ પણ નવું અને શુભ કામ કરવામાં આવી શકે છે. નવું કાર્ય આ દિવસે શરૂ કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત થાય છે. શમીના વૃક્ષ અને શસ્ત્ર પૂજાની સાથે – સાથે રાવણ દહનની રાખને ઘરમાં લાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વિજય દશમી મુહૂર્ત
વિજય દશમી મુહૂર્ત :- બપોરે 13:57:06 થી 14:41:57 સુધી
અવધિ :- 44 મિનિટ
દશેરા સાથે સંકળાયેલી પૌરાણિક કથા
આ દિવસ વિશેની સૌથી પ્રચલિત કથા તો ભગવાન રામ અને રાવણ સાથે જ સંકળાયેલી છે. આ ઉપરાંત એક બીજી કથા અનુસાર જણાવવામાં આવે છે કે દુર્યોધને જ્યારે જુગારની રમતમાં પાંડવોને હ-રાવી દીધા હતાં ત્યારે શરત અનુસાર પાંડવોએ બાર વર્ષો સુધી વનવાસ ભોગવવો પડ્યો હતો. આ સાથે જ પાંડવોને એક વર્ષ માટે અજ્ઞાતવાસ પણ કરવો પડ્યો હતો. પાંડવોએ એક વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહેવાનું હતું અને જો આ દરમિયાન તેમને કોઇ જોઇ જાય છે તો તેમણે ફરીથી બાર વર્ષો સુધી વનવાસ ભોગવવો પડતો. એવામાં અર્જુને અજ્ઞાતવાસ પૂરો કરવા માટે પોતાના ગાંડીવ ધનુષને શમીના વૃક્ષમાં છુપાવીને રાખ્યું અને પોતે પોતાનો વેષ બદલીને રાજા વિરાટ માટે કામ કરવા લાગ્યા હતા.
એકવાર જ્યારે રાજાના પુત્રે અર્જુનને પોતાની ગાયો બચાવવા માટેનો આગ્રહ કર્યો ત્યારે અર્જુને શમીના વૃક્ષમાંથી પોતાનું ધનુષ બહાર કાઢીને દુ-શ્મનોને હ-રાવ્યા હતા.
ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
દશેરાના દિવસે ઘરમાં શમીનું વૃક્ષ લગાઓ. તેમાં નિયમિત રીતે પાણી નાંખો અને દર શનિવારે સાંજે તેની સમક્ષ દીવો પ્રગટાવો. આમ કરવાથી ઘરમાં પૈસાની અછત સર્જાતી નથી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.