જાણો ઉપયોગ માં આવે તેવી 18 ઘરગથ્થું કિચન ટીપ્સ…

રસોઈ-રેસીપી

(1) પીવાનું પાણી ચોમાસું આવતા પાણી ખુબ ડોળ આવે છે અને પાણીને પીવાના પાણીમાં ફટકડીની પાંચ ચક્કર ફેરવવાથી પાણીનો ડોળ નીચે બેસી જશે ને પાણી શુદ્ધ થઈ જશે આ પાણી પીવામાં ઉપયોગ કરી શકશો

(2) મીઠાઈને સુગંધીદાર બનાવવા માટે મીઠાઈ ઠંડી થાય એ પછી જ એલચી કે અન્ય કોઈ પણ સુગંધીદાર પદાર્થ એમાં ભેળવો

(3) હેર કલર કરવાનું બ્રશ ખરાબ થઇ ગયું છે હેર કલર બ્રશને ગરમ પાણી કે ફટાકડીના પાણીમાં સાફ કરવાથી એ નવા જેવું જ દેખાશે

(4) પોપકોર્ન સ્વાદિષ્ટ બનાવવા માટે પોપકોર્ન બનાવતી વખતે તેલમાં થોડું મીઠું અને ગરમ મસાલો નાખવાથી એ સ્વાદિષટ બનશે

(5) કોઈ માણસને વિનેગરની એલર્જી હોય તો એને બદલે લીંબુનો રસ વાપરી શકાય વિનેગરની ખામી પણ પૂરી થશે અને એલર્જીથી પણ બચી શકાશે

(6) તમારા કપડા પર શાકના ડાઘ દુર કરવા કપડાં પર તેલ – ઘીના ડાઘ પડી ગયા હોય તો એના પર બલોટિંગ પેપર રાખીને પછી પાતળું કપડું મૂકીને ઈસ્ત્રી ફેરવવાથી ડાઘ દૂર થઈ જશે

(7) વાંદા, કીડી, માખી જેવી જીવાત દૂર કરવા માટે પાણીમાં ફટકડી ઓગાળીને એમાં કેરોસીનનાં બે – ત્રણ નોંખીને પોતું કરવું. આમ કરવાથી તમારા ઘરમાં કીડી, માખી, વાળનો ત્રાસ ઘટી જશે

(8) ભારેમાં સાડીની ઈસ્ત્રી ઘરે કરવા માટે અથવા જરીવાળી સાડીને ઘરે પાલીસ કરવા માટે તેના પર ન્યુઝ પેપર મૂકીને ઈસ્ત્રી કરવાથી જરી કાળી નથી પડતી અને સાડીની સરસ પાલીસ થાય જશે

(9) પનીરને લાંબા સમય સુધી તાજુ રાખવા માટે તેમાં વિનેગરના થોડાં ટીપાં મેળવીને રાખો

(10) લીંબુનો રસ કાઠીને તેની છાલ ફેંકી ન દેશો પરંતુ લીંબુનો રસ કાઢયા પછીની છાલને નખ પર ઘસવાથી નખ મજબૂત અને સુંદર બને લીંબુના રસમાં મીઠું નાંખીને કોગળા કરવાથી મોની દુર્ગધ દૂર થાય છે. આમ લીંબુની છાલનો ઉપયોગ ખુબ કામ લાગશે

(11) બટાકા વડા બનાવતી વખતે તેના પૂરણને સ્વાદિષ્ટ બનાવવા માટે બટાકાવડાના પુરણમાં અડદની દાળનો વઘાર કરવાથી વડા સ્વાદિષટ બને છે બહાર વડા જેવો જ સ્વાદ આવશે

(12) દૂધ પાક બનાવો ત્યારે દૂધ તળિયે બેસી જાય છે તો દૂધપાક બનાવતી વખતે તપેલીમાં ઉંધી રકાબી મૂકવાથી દૂધ તળિયે નહીં

(13) હોઠને ચમકીલા બનાવવા માટે હોઠ પર લીંબુ – મીઠું ઘસવાથી કાળા પડી ગયેલા હોઠ ચમકદાર હોઠને ચમકીલા અને ભરાવદાર રાખવા માટે મધ લગાવવાથી ઘણો જ ફાયદો થશે.

(14) બરફની ટ્રેમાંથી બરફ કાઢતી વખતે એકાદ બે ગાંગડા |લઈ બાકીનામાં પાણી ભરી મૂકશો તો , બરફ જલદી બનશે

(15) કપડાં પર પડેલ પાનના ડાઘા કાઢવા માટે ચૂનો ઘસી , પછી બ્લીચીંગ પાવડર ઘસો , ડાઘ દૂર થશે

(16) તકીયામાં રૂ ભરતા પહેલાં , તેમાં બે ત્રણ કપૂરની ગોળીઓ મૂકવાથી માંકડ થશે નહીં

(17) પાલકનું શાક પાલકનું શાક બનાવતી વખતે એમાં ચપટી ખાંડ ભેળવો . પાલકનો રંગ જળવાઈ રહેશે

(18) તમારા ઘરમાં માંકડ અને વંદાનો ઉપદ્રવ વધી ગયો છે માંકડ તથા વંદાના ઉપદ્રવથી છુટકારો મેળવવા એ જગયાએ કપૂરનું તેલ લગાવવું આમ કરવાથી માંકડ અને વંદાનો ઉપદ્રવ ઘટી જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *