દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને વાસણો ખરીદવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
5 દિવસના દિવાળી તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 22 ઓક્ટોબર 2022ના રોજ સાંજે 06.02 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 23 ઓક્ટોબર 2022ના રોજ સાંજે 06.03 વાગ્યે સમાપ્ત થશે.
ધનતેરસના અવસર પર લોકો ખૂબ જ ખુશ થાય છે, અને ઘર માટે ખરીદી કરે છે. કેટલાક તેમની જરૂરિયાતની વસ્તુઓ ખરીદે છે, જ્યારે બીજા લોકો દિવાળી માટે સામાન ખરીદે છે.
સાથે જ આ દિવસે વાસણો ખરીદવાની પણ માન્યતા છે. પરંતુ આ બધા સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે જેને ધનતેરસના દિવસે ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘણા ફાયદા પણ થાય છે. તો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે.
ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદો
સોનું અને ચાંદી ખરીદો
ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તેને તમારી ક્ષમતા અને જરૂરિયાત મુજબ ખરીદી શકો છો. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
નાની ચમચી
જો તમે ઈચ્છો છો અથવા જો તમે સોના-ચાંદી જેવી વસ્તુઓ ખરીદી શકતા નથી, તો તમે એક નાની ચમચી ખરીદો. આ પછી તેને રોજ તમારી પૂજામાં સામેલ કરો. આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે.
સોળ શ્રુંગારની ભેટ
ધનતેરસના દિવસે સોળ શ્રુંગારની વસ્તુઓ ખરીદી લેવી જોઇએ કારણ કે આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાલ રંગની સાડી અને સિંદૂર ખરીદવાને શુભ માનવામા આવે છે.
સાવરણી
ધનતેરસના દિવસે ભલે ઘણી વસ્તુઓ ખરીદતા હોવ પણ તમારે સાવરણી તો ખરીદવી જ જોઈએ. સાવરણી ખરીદવાનો અર્થ છે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવી. તેથી ધનતેરસના દિવસે આ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
લાલ કોડી
કોડીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ધનતેરસે તમે સોપારીની પૂજા તો કરતા જ હશો આની સાથે તમે કોડીને ખરીદી તેની પૂજા કરશો તો આખુ વર્ષ તમારા પર માતા લક્ષ્મીના ચાર હાથ રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.