દોઢ વર્ષના દીકરાને બાલ્કની મા બેસાડી ને માતા રસોડામાં ગઈ, ગ્રીલ માંથી પસાર થઈને બાળક નીચે પડતા થયું મોત..!

ધાર્મિક

નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જ્યાં સુધી બાળક હલનચલન કરતું કે, સમજણો ન થાય ત્યાં સુધી માતા-પિતામાંથી કોઈ એક વ્યક્તિને હર હંમેશ માટે તેની પાછળ રહેવું પડે છે. કારણ કે અમુક વખતે ઓચિંતા બનાવો પણ સામે આવે છે. જેમાં કોઈ બાળકનું નાની ઉંમરમાં જ મૃત્યુ થઈ જાય છે..

અને ત્યારબાદ તેના માતા પિતા આખી જિંદગી પર પછતાતા હોય છે. પરંતુ પછતાવો કરીને પર પણ કશો ફાયદો રહેતો નથી, કારણ કે ત્યાં સુધીમાં તો બાળકનો જીવ જતો રહ્યો હોય છે. એટલા માટે અત્યારે નાના બાળકોનું ધ્યાન રાખવા માટે માતા પિતાને ખૂબ જ સાવચેત રહેવું પડે છે..

આ ઉપરાંત ઘણી બધી વાર તો એવા બધા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે, જેમાં માતા પિતાની નજર સામે તેમના લાડકા દીકરા કે દીકરીનું મૃત્યુ થઈ જતા તેઓ માટે આ દુઃખને સહન કરવું કાળ સમાન સાબિત થઈ જતું હોય છે. અત્યારે કંઈક એવા પ્રકારનો જ એક બનાવ સામે આવ્યો છે..

આ બનાવ મધ્યપ્રદેશના ઇન્દોરનો છે. અહીં કનાડીયા વિસ્તારમાં શિવધામ સોસાયટીની અંદર નિલેશભાઈ સૂર્યવંશી તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમના બે દીકરા અને તેની પત્નીનો પણ સમાવેશ થતો હતો. તેના મોટા દીકરાની ઉંમર ત્રણ વર્ષની હતી. જ્યારે તેનો નાનો દીકરો દોઢ વર્ષનો છે..

શંશાક સૂર્યવંશી માત્ર દોઢ વર્ષનો હતો. એક દિવસ જ્યારે નિલેશભાઈ સવારના સમયે પોતાના કામકાજ માટે ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે ઘર ગામ પૂર્ણ કર્યા બાદ માતા તેના બંને દીકરાને લઈને બાળકોને રમાડતી હતી. રસોઈનો સમય થઈ જતા ત્રણ વર્ષના દીકરાના ભરોસે તે દોઢ વર્ષના શશાંકને બાલ્કનીમાં રમતો મૂકીને રસોઈ બનાવવા માટે જતી રહી હતી..

તેને એવી તો શી ખબર કે તેનો બાળક સાથે ખૂબ જ માઠો બનાવો બનવા જઈ રહ્યો છે. તે જેવી પોતાના બાળકને બાલ્કનીમાં મૂકીને રસોડામાં જમવાનું બનાવવા માટે ગઈ કે, એક બાજુ તેનો બાળક રમતો રમતો બાલકની ની ગ્રીલમાંથી પસાર થઈને 2જા માળેથી નીચે પડ્યો હતો..

બીજા માળેથી બાળક નીચે પટકાતા તેની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. જ્યારે આ બાળકના નીચે પડવાનો અવાજ આવ્યો ત્યારે પાડોશમાં બેઠેલી એક યુવતીની નજર આ બાળક ઉપર ગઈ હતી. અને જલડી જ તે આ માસુમ બાળકને ઉપાડીને તેની જાણકારી તેની માતાને આપી હતી કે, શશાંક બીજા માળની બાળકીની માંથી નીચે પડી ગયો છે.

તેની હાલત ખૂબ જ ગંભીર હોવાને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ જ શશાંક સૂર્યવંશીનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી આપવામાં આવ્યો હતો. તો બીજી બાજુ આ તમામ ઘટના સામેના મકાન પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવીની આ ફૂટેજ હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. દરેક માતા-પિતા માટે આ ખૂબ જ લાલબત્તી સમન કિસ્સો સાબિત થયો છે. કારણ કે, નાના બાળકો સાથે અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે. જો માતા-પિતા તેમના બાળકોનું ધ્યાન નહીં રાખે તો આવનારા સમયમાં ખૂબ જ વધારે આવા બનાવો બનવા ની શક્યતા રહેલી છે.

સૌ કોઈ લોકોને જાગૃત કરે અને માતા પિતાની આંખો ઉઘાડી નાખે તેવો આ બનાવો સામે આવતા સમગ્ર સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ બનાવને લઈને નીલેશભાઈ તેમજ તેમની પત્ની પણ ખુબ જ દુખી છે કારણ કે તેમનો દોઢ વર્ષનો શંશાક ખુબ જ ભયંકર મોત પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *