રામ-સીતાના વિવાહના દિવસે લોકો કેમ નથી કરતા લગ્ન ? આ છે સાચુ કારણ

ધાર્મિક

માર્ગશીષ શુક્લ પંચમીએ ભગવાન રામ અને માતા સીતાના લગ્ન થયા હતા. માટે આ તિથિને શ્રીરામના વિવાહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. જેને વિવાહ પંચમી પણ કહેવામાં આવે છે પરંતુ તમને ખબર છે કે આ દિવસે લોકો લગ્ન ન કરવાને લોકો પ્રાધાન્ય આપે છે.

કેમ નથી કરતા લગ્ન

કેટલીક જગ્યાએ આ તિથિએ વિવાહ કરવાને ખુબ જ અશુભ માનવામાં આવે છે. મિથિલાચંદ અને નેપાળમાં આ દિવસે કન્યાના વિવાહને ટાળવામાં આવે છે. લોકોનું માનવું છે કે આ તિથિએ વિવાહ કરવાથી પ્રભુ શ્રીરામ અને માતા સીતાને ઘણા દુઃખો સહન કરવા પડ્યા હતા.

દુઃખથી ભર્યુ હતુ જીવન

પ્રભુ શ્રીરામ અને માતા સિતાનો વિવાહ થયા બાદ 14 વર્ષનો વનવાસ સહન કરવો પડ્યો અને વનવાસ દરમિયાન તેમને કેટલાય દુઃખ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. લંકાપતિ રાવણ પર વિજય મેળવ્યા બાદ પણ તેમને એક સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ ન હતું.

કેટલાક લોકોનું માનવું છે કે જો આ દિવસે લગ્ન કરવામાં આવે તો વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઇ જાય છે. સંપૂર્ણ રામચરિત માનસનો પાઠ કરવાથી પારિવારિક જીવન સુખમય પસાર થાય છે.

સવારે સ્નાન કર્યા બાદ શ્રીરામ વિવાહનો સંકલ્પ લો અને સ્નાન કરીને વિવાહની ક્રિયા શરૂ કરો. ભગવાન રામ અને સીતાની સ્થાપના કરો. ભગવાન રામને પીળા અને માતા જાનકીને લાલ વસ્ત્ર અર્પણ કરો. બાદમાં તેમની આરતી કરો અને તે વસ્ત્રો તમારી પાસે જ રાખી લો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.