અનિયમિત ખાણી-પીણીના કારણથી આજકાલ લોકો એસીડિટી અને પેટ સંબંધી કેટલીક બીમારીઓની ફરિયાદ કરી રહ્યા છીએ. જો તમે પણ તમારા પેટની ગડબડીથી પરેશાન રહો છો તો રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓથી તમે એસીડીટીની સમસ્યાથી રાહત મેળવી શકો છો. ખાસ કરીને એસીડીટીને કારણે તમને છાતીમાં બળતરા થવા લાગે છે.
વરિયાળી
ઘણાં રેસ્ટોરન્ટમાં ભોજન બાદ વરિયાળી આપવાની પરંપરા છે કારણકે વરિયાળી પેટને ઠંડુ કરવામાં મદદરૂપ છે. એવામાં એસિડીટી થવા પર થોડીક વરિયાળી પાણીમાં ઉકાળીને આખી રાત રહેવા દો અને સવારે ઉઠીને આ પાણીનું સેવન કરો. તે સિવાય તે કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે.વરિયાળીમાં રહેલા ફ્લેવોનોયડ અને પ્લામેટિક એસિડના કારણે તે એક સારુ એન્ટી-અલ્સર પણ છે.
તુલસી
એસિડીટીનો અનુભવ થવા પર તરત તુલસીના પાન ચાવો. તુલસીમાં એન્ટી અલ્સરના ગુણ રહેલા છે.તે ગેસ્ટ્રિક એસિડ્સના પ્રભાવને ઓછા કરવામાં મદદ કરે છે. એસિડીટી થવા પર તુલસીના પાનના સેવનથી ઘણા લાભ થાય
લવિંગ
લવિંગને દાંત નીચે દબાવી રાખવાથી તેનો સ્વાદ મોમાં ફેલાઇ જાય છે. આ સ્વાદ મોંમા વઘારે પ્રમાણમાં લાળનું નિર્માણ કરે છે. જેથી પાચન ક્રિયા સહેલાઇથી થાય છે. પાચન તંદુરસ્ત રહેવા પર એસિડીટીથી સહેલાઇથી આરામ મળે છે.માટે એસિડીટીની સમસ્યા થવા પર લવિંગનો ઉપયોગ કરો.
ઇલાયચી
ઇલાયચીની તાસીર ઠંડી હોય છે જેથી એસીડિટીની સમસ્યામાં ઇલાયચી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે 2-3 ઇલાયચી પીસીને પાણીમાં ઉકાળી લો. ઠંડું થયા પછી આ પાણીની પી શકો છો. જેનાથી તમને જલદી રાહત મળી શકે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.