શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી પડતી. કંઇક આવો જ ચમત્કાર વડનગર તાલુકાના સુંઢિયાના રબારીવાસમાં આવેલા દાસજીયા ગોગા મહારાજે સર્જ્યો છે. ગોગા મહારાજ છેલ્લા ચાર માસથી મંદિરના શિખર સહિત ઘંટડીઓમાંથી ચલણી સિક્કા વરસાવી અનેરો ચમત્કાર સર્જી રહ્યાં છે.
અત્યાર સુધીમાં ચાંદીના એક સિક્કા સાથે રૂપિયા અને પાંચ રૂપિયાના ચલણી સિક્કા મંદિરમાં દર્શને આવતા અનેક ભાવિ ભક્તોની આગળ આવીને પડતાં ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય પ્રસરી રહ્યું છે. વડનગર તાલુકાના સુંઢિયાના રબારીવાસમાં અતિ પ્રાચિન દાસજીયા ગોગા મહારાજનું મંદિર આવેલું છે. અહીં વસતા ૧૨૫ જેટલા માલધારીઓ દ્વારા આ મંદિરનું ૧૯૮૫ માં રીનોવશેન પણ કરાયેલું છે.
ત્યારે બાળપણમાં જ માતા, પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલા બળદેવભાઇ તળજાભાઇ રબારી આ મંદિરના ભૂવાજી છે. ગોગાના મંદિરમાં બાળપણથી સેવક તરીકે પોતાનું જીવન સમર્પિત કરનારા ભુવાજી તેમના અનન્ય ભક્તિબળે અહીં આવતા શ્રધ્ધાળુઓને બાધા આખડી આપે છે અને ગોગા મહારાજ શ્રધ્ધાળુઓની મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ગોગા મહારાજ છેલ્લા ચાર માસથી મંદિરના શિખર સહિત ઘંટડીઓમાંથી ચલણી સિક્કા વરસાવી અનેરો ચમત્કાર સર્જી રહ્યાં હોઇ ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય પ્રસરી રહ્યું છે.
આ ચમત્કાર સૌ પ્રથમ મંદિર પરિસરની સફાઇ કરવા આવેલા કેટલાંક યુવાનો સાથે બન્યો હતો. તેઓ મંદિરની સફાઇ કરી રહ્યાં હતા. ત્યારે મંદિરના શિખર ઉપરથી ૧ રૂપિયાના ચલણી સિક્કા તેમના પગમાં આવીને પડ્યા હતા. આ મુદ્દે તેમણે ભુવાજીને વાત કરતાં ભુવાજીએ તેને ગોગાનો ચમત્કાર ગણાવ્યો હતો. ત્યાર બાદ અવાર નવાર આ અમંદિરે દર્શને કરવા આવતા શ્રધ્ધાળુઓને ગોગા મહારાજે ચલણી સિક્કાની ભેટ અર્પણ કરવાનું ચાલુ રાખ્યું છે. ભુવાજી શું કહે છે ? આ મુદ્દે ગોગા મહારાજના ભુવાજી બળદેવભાઇ તળજાભાઇ રબારીનું કહેવું છે કે મારી હાજરીમાં સિક્કા પડે છે તેવું નથી. તેમનું કહેવું છે કે હું થોડાક દિવસ માટે મારા એક ભક્તને ત્યાં સુરત ગયો હતો. ત્યારે મારી ગેરહાજરીમાં પણ મંદિરમાં ચલણી સિક્કા પડવાનું ચાલુ રહ્યું હતું.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ).
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં