આ વર્ષે સવારે 7.54 થી શરૂ થઈ મોડી રાત્ર સુધી રક્ષાબંધન પર્વ મનાવી શકાશે

ધાર્મિક

શિવપુરાણ અનુસાર આ દિવસે કમળ અપર્ણ કરવાનો વિશેષ મહિમા છે

અગામી તા.૨૨ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન-બળેવ-શ્રાવણીનું પર્વ તરીકે શ્રદ્ધા ભક્તિ પૂર્વક મનાવામા આવશે. જયોતિષી આશિષ રાવલ ના જણાવ્યા અનુસાર, લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે.હાલમાં ચાલતા પવિત્ર શ્રાવણ માસ હોવાથી આવા શુભ દિવસે શિવલિંગ ઉપર શુદ્ધ જળ સાથે કાચા દૂધની અંદર કાળા તલ નાખીને દેવાધિદેવ મહાદેવને ચઢાવવાથી ભૌતિક જગતનું સુખ સાથે મોક્ષ પ્રદાન કરનારું છે. તેમજ કમળના પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા આજના દિવસે શિવપુરાણમાં છે.

વિદ્યાર્થીગણે આજના દિવસે વિદ્યાની પ્રાપ્તિ માટે ગાયના દૂધનો અભિષેક કરવો તેમજ વિદ્વાનો પાસે રુદ્રાભિષેક પણ કરાવી શકાય.એકી સંખ્યામાં “મહામૃત્યુંજય જપ”કરવાથી આયુ,આરોગ્યની સુખાકારી વધશે તેમ જ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સાથે રુદ્રી પાઠનું શ્રવણ કે વાંચન પણ કરવાનું વિશિષ્ટ મહત્વ આજના દિવસે રહેલું છે.

શાસ્ત્ર મુજબ રક્ષા કોણ બાંધી શકે ?

શાસ્ત્ર મુજબ માતા,ગુરુ અને બહેન રક્ષાસૂત્ર બાંધી શકે છે. તે ઉપરાંત ભૂદેવ પોતાના યજમાનને રાજપુરોહિત રાજાને પણ રક્ષા સૂત્ર બાંધે છે. રક્ષાસૂત્ર એ સામાન્ય નથી પરંતુ શ્રદ્ધાપૂર્વક પહેરવામાં આવેલું રક્ષાસૂત્ર વ્યક્તિને અનેક મુશ્કેલીઓમાં ઉગારી લે છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપણા ધર્મગ્રંથો અનુસાર મહાભારતમાં જોવા મળે છે જે અંતર્ગત કુંતા માતાએ પોતાના પૌત્ર અભિમન્યુ ને રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને તેનાથી છ-છ કોઠા હેમખેમ પાર ઊતર્યો હતો.
રક્ષાબંધન પર્વની ઉજવણી માટે બહેન પોતાના ભાઈને રાખડી બાધીને રક્ષા કરવાની પ્રાર્થના કરશે. રાખડી બાંધવા માટે આખો દિવસ ઉતમ માનવામા આવે છે પરંતુ લોકવાહીકા અનુસાર સારા ચોધડીયા જોઈ ને રાખડી બાધવાનુ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અંશ્રાશ રેખાશ અનુસાર ચોધડીયા મુજબ શુભ મૂહુર્ત

ચલ ૭.૫૪ થી ૯.૩૧, લાભ ૯.૩૧ થી ૧૧.૦૭, અમૃત ૧૧.૦૭ થી ૧૨.૪૪, શુભ ૧૪.૨૧ થી ૧૫.૫૮ બપોરે, શુભ ૧૯.૧૧ થી ૨૦.૩૪ સાંજે, અમૃત ૨૦.૩૪ થી ૨૧.૫૮ રાત્રે, ચલ ૨૧.૫૮ થી ૨૩.૨૧ રાત્રે, અભિજિત મૂહુર્ત ૧૨.૩૯

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.