આંખના નંબર દુર કરવાના ઘરેલું ઉપાયો ,જે ચોકકસ તમારા કામમાં આવશે આ દેશી ઉપાય દ્વારા આંખો મજબુત થશે..

હેલ્થ

આંખ ચહેરાનો સૌથી આકર્ષક ભાગ હોય છે.  તેના દ્વારા વ્યક્તિ રંગ – બેરંગી દુનિયા જોઇ શકે છે.  આંખો વગર કોઇપણ કામ સહેલાઇથી કરી શકાતું નથી.  વધતા પ્રદુષણ, ખરાબ ખાણી-પીણી, મોબાઇલ કે કોમ્પ્યુટર પર કલાકો કામ કરવાથી આંખો ખરાબ થવા લાગે છે અને નંબર પણ આવી જાય છે. જેથી ચશ્મા પહેરવા પડે છે. એવામાં ખૂબ જરૂરી છે કે આંખની યોગ્ય રીતે કાળજી કરવામાં આવે. આંખોની દ્રષ્ટિ વધારવા માટે અને તેને સારી રાખવા માટે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું. જે તમને ખૂબ હેલ્પફુલ થશે તો આવો જોઇએ તે અંગે,,

રોજ કરો આંખની સ્વચ્છતા

ઓછું દેખાવવા પાછળનું સૌથી મોટું કારણ છે કે આંખોની યોગ્ય રીતે સ્વચ્છ ન રાખવી.  આંખો પ્રત્યે થોડીક પણ બેદરકારી રાખવાથી આંખોમાં પાણી, જ્વલન, ખંજવાળ, આંખોનું લાલ થવું, આંખોમાં સોજો આવો, ઝાંખુ દેખવવા લાગે છે.  આ દરેક સમસ્યાઓથી રાહત મેળવવા માટે જરૂરી છે કે દિવસમાં 3 – 4 વખત આંખોને ઠંડા પાણીથી ધોવી જોઇએ.

આહારમાં લો પોષક તત્વ

આંખની દ્રષ્ટિ સારી રાખવા માટે દૂધ, માખણ, ગાજર, ટામેટા, પપૈયું, ઇંડા, શુદ્ધ ઘી, લીલા પાંદડાવાળા શાકભાજી અને વિટામિન્સથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઇએ. ડાયેટમાં સામેલ આ વસ્તુઓને સામેલ કરવાથી ક્યારેય પણ આંખો ખરાબ થતી નથી.  તે સિવાય દિવસમાં ઓછામાં ઓછા 9 ગ્લાસ પાણી પીવું જોઇએ. જેથી આંખો સ્વચ્છ રહે છે.

પૂરતી ઊંઘ

આખો દિવસ કામ કર્યા પછી આંખોને આરામ આપવો ખૂબ જરૂરી છે.  આંખોની દ્રષ્ટિ સારી રાખવા માટે દિવસમાં ઓછામાં 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે.  પૂરતી ઊંઘ લેવાની સાથે આંખોની નીચે બદામના તેલથી માલિશ કરવી પણ ખૂબ જરૂરી છે.  માલિશ કરવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર થઇ જાય છે.

કોમ્પ્યુટર કે ટીવી દૂરથી જોવું

આજકાલ લોકો ટીવી જોવે છે કે કોમ્પ્યુટર પર કામ કરે છે તો તેની ખૂબ નજીક બેસે છે.  જેથી આંખોની રોશની ઓછી થવા લાગે છે.  એવામાં તમે ટીવી અને કોમ્પ્યુટરથી થોડાક દૂર બેસવું જોઇએ.  તેની સાથે જ મોડા સુધી કોમ્પ્યુટરની સામે બેસીને કામ ન કરવું જોઇએ.  થોડાક સમયના અંતરે આંખોમાં પાણી છાંટો.

આંખોનું ચેકઅપ

આંખોમાં કોઇપણ સમસ્યા થાય તો તરત જ ડોક્ટરની સાથે ચેકઅપ કરાવવું જોઇએ.  ખાસ કરીને ડાયાબિટિસથી પીડાતા દર્દીઓએ દર મહિને આંખોનું ચેકઅપ કરાવવું જોઇએ.  જો આંખોમાં કોઇપણ સમસ્યા છે તો તેને સમયસર ઇલાજ કરાવવો જોઇએ.

ઘરેલું ઉપાય

–  જો આંખોમાં દુ-ખાવો થઇ રહ્યો છે કે થાકનો અનુભવ થઇ રહ્યો છે તો ગુલાબજળમાં રૂ પલાળીને આંખો પર લગાવો.  જેનાથી તરત જ રાહત મળી શકે છે.

–  આંખોને ગોળાઆકાર રીતે 5 મિનિટ સુધી ફેરવો અને વારંવાર આંખ ઝપકાવવા જેવી કસરત કરો.

–  આંખોને વધારે ભેજ વાળી રાખવા માટે ઠંડી કાકડીનો ઉપયોગ કરો.  કાકડીને થોડાક સમય માટે આંખો પર રાખી મૂકો.  કાકડીને આંખની આસપાસના ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે.  સાથે જ આંખોને સ્વસ્થ અને સુંદર બનાવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.