જાણો દમ, અસ્થમા, શ્વાસ કે કફ માટેના કારણો અને આયુર્વેદિક ઉપચાર 100 % જડમૂળથી દૂર થઈ જશે આ રોગો…

હેલ્થ

આપણે ત્યાં શિયાળામાં દમ અથવા શ્વાસ, સૂકી ઉધરસ અને શરદીના દર્દીઓ ખૂબ હેરાન થતાં હોય છે. આમાંથી દમ અથવા શ્વાસ એક એવો રોગ છે કે, જેમાં વિભિન્ન કારણોથી શ્વાસનળીઓમાં સોજાને લીધે સંકોચ ઉત્પન્ન થાય છે. આ અવરોધને લીધે દર્દી છૂટથી બોલી પણ શક્તો નથી, અને તે ત્રૂટક-ત્રૂટક અટકીને બોલે છે.  ફેફસાંને તેની આવશ્યક્તા પ્રમાણે પ્રાણવાયુ ન મળતાં શ્વાસોચ્છવાસની ગતિ વધી જાય છે.

જે માતા-પિતાને શ્વાસ અથવા દમનો રોગ હોય, તેના સંતાનોને પણ શ્વાસ રોગ વારસામાં ઉતરી આવવાની પૂરી સંભાવના રહે છે.  બાલ્યાવસ્થા એ કફના રોગોની અવસ્થા ગણાવાય છે.  જે બાળકોને બાલ્યાવસ્થામાં શ્વાસ ચડતો હોય કે વરાધ થતી હોય,  તેની જો કાળજી લેવામાં આવે તો તેને મટાડી શકાય છે,  પરંતુ પ્રોઢાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં આવતો દમનો રોગ મટાડવો ખૂબ જ મુશ્કેલ અથવા કષ્ટસાધ્ય બને છે.

પ્રોઢાવસ્થા કે વૃદ્ધાવસ્થાનો શ્વાસ જળ-વાયુના, ઋતુ અને આહાર પરિવર્તનથી, એલર્જી ઉત્પન્ન કરતા કારણોથી,  હૃદય રોગને લીધે,  કિડની ખરાબ થવાથી,  પચવામાં ભારે એવા આહારથી,  ઠંડા દ્રવ્યોથી,  ધૂળ,  ધુમાડો,  રજકણો,  શીતળ વાયુ અને મળ,  મૂત્રાદિ તેર પ્રકારના શરીરના સ્વાભાવિક વેગોને રોકવાથી તથા ઉપવાસ વગેરે અનેક કારણોથી શ્વાસરોગ ઉત્પન્ન થાય છે.  પેટના કૃમિઓથી પણ શ્વાસ રોગ ઉત્પન્ન થાય છે.

આયુર્વેદમાં આ શ્વાસ રોગના પાંચ પ્રકારો ગણાવાયા છે. (૧) ક્ષુદ્ર શ્વાસ,  (૨) ઉર્ધ્વ શ્વાસ,  (૩) તમક શ્વાસ,  (૪) છિન્ન શ્વાસ અને  (૫) મહા શ્વાસ.  આયુર્વેદમાં આ દરેક પ્રકારના લક્ષણો અને તેના ભિન્ન-ભિન્ન ઉપચારોનું નિરૂપણ થયેલું છે.

આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં પણ શ્વાસ રોગના મુખ્ય પાંચ પ્રકાર વાંચવા મળે છે.  (૧) ફેફસાંને લીધે થતો બ્રોન્કીયલ અસ્થમા,  (૨) હૃદયને લીધે થતો ર્કાિડયાક અસ્થમા,  (૩) કિડનીને લીધે થતો રેનલ અસ્થમા,  (૪) એલર્જીજન્ય અસ્થમા અને  (૫) ક્ષયજન્ય અથવા પલ્મોનરી ટયૂબરક્યુલોસીસ અસ્થમા.

દમના દર્દીઓમાં દમનો હુ-મલો મોટાભાગે રાત્રે ૩થી સવારના ૭ના ગાળામાં આવતો હોય છે.  શ્વાસનો હુ-મલો આવતાં પહેલાં દર્દીને બેચેનીનો અનુભવ થાય છે,  ત્યાર પછી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય છે,  અને તેને લીધે શ્વાસ ઘૂંટાતો હોય એવો તીવ્ર અનુભવ થતા દર્દી સૂઈ શક્તો નથી,  અને તે પથારીમાં ઊઠીને બેસે છે.  આવા દર્દીને સુવા કરતાં બેસવામાં રાહત કરે છે.

ઉપચાર

મર્હિષ ચરકે લખ્યું છે કે, જે અન્નપાન અથવા ઔષધિ કફ અને વાયુનો નાશ કરે છે,  તથા વાયુની ગતિનું અનુલોમન કરે છે,  તે શ્વાસ રોગમાં ખૂબ જ હિતાવહ બને છે. અનુલોમન એટલે નીચે તરફની ગતિ કરાવનાર.  શ્વાસ રોગમાં વાયુનો પ્રકોપ ઘટાડનારી અને કફનો નાશ કરનાર ઔષધો ઉત્તમ પરિણામ આપે છે. ઔષધોમાં,

(૧) શૃંગાદિ ચૂર્ણ :  આ ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું,  બેથી ત્રણ ચમચી જેટલા મધ સાથે જો લેવામાં આવે તો શ્વાસ રોગમાં ખૂબ જ ફાયદો થાય છે.

(૨) વાસાદિ ક્વાથ :  સવારે અને રાત્રે આ ઉકાળો તાજે તાજો બનાવી પીવો. આ ઉકાળાથી કફ છૂટો પડે છે, દુઃખાવો મટે છે અને શ્વાસ લેવામાં રાહત થાય છે.

(૩) કનકાસવ :  ચારથી છ ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવો.

(૪) શ્વાસકુઠાર રસ :  એક એક ટેબ્લેટ સવારે અને રાત્રે એક કપ જેટલા વાસકાસવ સાથે લેવી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *