બાળગોપાલ ને ખુશ કરવા પૂજામાં સામેલ કરો આ સામગ્રીઓ, ભાગ્ય ઉઘડી જાય તેવા મળશે આશીર્વાદ

ધાર્મિક

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલે જનમાષ્ટમી.  દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે,  શ્રીકૃષ્ણને પીળા વસ્ત્રો, વાંસળી,  મોરપીંછ,  મુકુટ વગેરે વસ્તુઓથી સજાવવામાં આવે છે અને રાત્રે 12 વાગે ભગવાનનો જન્મ થાય છે.  સાથે જ પૂજાની સામગ્રી માટે ગંગાજળ,  દહી,  દુધ, ગાયનું ઘી, અગરબત્તી,  દીવો વગેરેની આવશ્યકતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે બાળગોપાલની પૂજા કરવામાં આ વસ્તુઓનો સમાવેશ કરજો જેથી તેમની કૃપા વરસશે.

આસન

કૃષ્ણમૂર્તિની સ્થાપના સુંદર આસન પર કરવી જોઇએ, આસન લાલ કે પીળા કે કેસરી કલરનું હોવું જોઇએ

પા-દ્ય

જે વાસણમાં ભગવાનના ચરણોને ધોવામાં આવે છે તેને પા-દ્ય કહે છે. જેમાં શુદ્ધ પાણી ભરીને ગુલાબના પાંદડા નાંખો

પંચામૃ-ત

મધ, ઘી, દહી, દૂધ અને ખાંડ આ પાંચ વસ્તુઓથી પંચામૃ-ત બને છે, શુદ્ધ પાત્રમાં ભગવાનને પંચામૃ-તનો ભોગ ચડાવો

આચમનીય

શુ-દ્ધિકરણ માટે પ્રયોગમાં લેવાતા જળને આચમનિય કહેવામાં આવે છે, જેમાં સુગંધિત દ્ર-વ્યો અને ફૂલ નાંખવા જોઇએ

ફૂલ

ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં ફૂલોનું આગવું મહત્વ છે,  માટે તાજા ફૂલોનો ઉપયોગ કરવો જોઇએ.

ધૂપ

અલગ અલગ વૃક્ષ અને સુગંધિત પદાર્થોથી બનેલ ધૂપ કૃષ્ણને ખૂબ પ્રિય છે.

ભોગ

ભગવાન શ્રીકૃષ્ણને ધરાવાતા ભોગનું પણ અલગ મહત્વ છે તેમાં તાજી મિઠાઇઓ, લાડુ, ખીર અને તુલસીના પાન સામેલ કરો.

દીવો

ચાંદી, તાંબા કે માટીમાં બનેલા દીવામાં ગાયનું શુદ્ધ ઘી નાંખીને ભગવાનની આરતી કરવી જોઇએ.

જો તમે કૃષ્ણપૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો ભગવાન તમારાથી જરૂર ખુશ થશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *