શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. તેમાં પણ ભાદરવાની કૃષ્ણ અષ્ટમીનો મહિમા અનેરો હોય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હોવાના કારણે આ દિવસને જન્માષ્ટમી કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું ખાસ મહત્વ હોય છે. ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચનામાં દિવસ મનાવવામાં આવે છે. ઠેર ઠેર શોભાયાત્રા નીકળે છે અને સાથે જ લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
મહારાષ્ટ્રના મુંબઇમાં જન્માષ્ટમીના દિવસે દહીં હાંડીનું અનેરુ મહત્વ છે. વિદેશીઓ પણ હવે પ્રેમથી આ ઉત્સવ મનાવે છે. દેશ વિદેશમાં ભગવાન કૃષ્ણના ભવ્ય ઇસ્કોન મંદિર છે અને તેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસે અનેરો ઉત્સવ કરવામાં આવે છે.
કૃષ્ણ શબ્દનો અર્થ શાસ્ત્રોએ બતાવ્યો છે. જેમાં ‘કૃષ’ એટલે આકર્ષવું અને ‘ણ’ એટલે આનંદ. જે પોતાના લૌકિક આનંદ સ્વરૂપથી જીવોને પોતાના તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે તે શ્રીકૃષ્ણ. આ મંત્રના આઠેય અક્ષરોનું રહસ્ય પણ જાણવા જેવુ છે. આ મંત્રના જાપથી અને તેના પ્રભાવથી ભૂત, પ્રેત, પિશાચ આદિનો ભય રહેતો નથી. કોઈ સંકટ આવતું નથી. જે સંકટ આવી ચૂક્યા હોય તે પણ ઝડપથી દૂર થાય છે. શત્રુ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ થતો નથી. ગ્રહપીડા નાશ પામે છે, હૃદયની મલિનતાઓ દૂર થાય છે. સમસ્ત સંકટો દૂર થાય છે.
દરેક મંત્રને એક બીજ હોય છે. જે બીજમાં આખું વૃક્ષ છૂપાયેલું હોય છે. અષ્ટાક્ષર મંત્રમાં ‘શ્રી’ અક્ષર બીજ છે.
‘શ્રી‘ એટલે શ્રી સ્વામિનીજી. તે અલૌકિક લક્ષ્મી છે. શ્રી મંત્રાક્ષરના પ્રભાવથી વ્યક્તિનું સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધે છે.
‘કૃ’ અક્ષર સમસ્ત પાપોનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધો ‘કૃ’ ના ઉચ્ચારથી નાશ થાય છે.
‘ષ્ણ’ અક્ષરના પ્રભાવથી આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે. તેના મનની વ્યગ્રતા દૂર થાય છે.
‘શ’ અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે.
‘ર’ અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું, એ બહુ મોટી સિદ્ધિ છે.
‘ણં’ અક્ષરથી પુષ્ટિભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિભક્તિ સાધનોથી મળતી નથી. પ્રભુકૃપાથી મળે છે.
‘મ’ અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુકૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે.
‘મ’ અક્ષરના પ્રભાવથી પુષ્ટિભક્તિનું અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિભક્તિના ત્રણ ફળ છે. મુખ્ય ફળ અલૌકિક સામર્થ્ય છે. મધ્યમ ફળ સાયુજ્ય મોક્ષ છે. કનિષ્ઠ ફળ સેવાપયોગી દેહ છે. અધિકાર પ્રમાણે આ ત્રણ પૈકી એક ફળ પ્રાપ્ત થાય છે.
આ મંત્રના જાપથી કરો જન્માષ્ટમીનું પૂજન
– ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો દિવસભર શક્ય તેટલી વખત જાપ કરો.
– યોગેશ્વરાય યોગસમ્ભવાય યોગપતાયે ગોવિંદાય નમો નમઃ આ મંત્ર બોલીને શ્રીહરિનું ધ્યાન કરો.
– યજ્ઞેશ્વરાય યજ્ઞસંભવાય ગોવિંદાય નમો નમઃ બોલતાં બાળકૃષ્ણને સ્નાન કરાવો.
– વિશ્વાય વિશ્વેશ્વરાય વિશ્વસમ્ભવાય વિશ્વપતયે ગોવિંદાય નમો નમઃ બોલતાં ભગવાનને ધૂપ, દીપ, ફળ, ફૂલ અર્પણ કરો.
– ધર્મેશ્વરાય ધર્મપતયે ઘર્મસંભવાય ગોવિંદાય નમો નમઃ બોલતાં પ્રસાદ અર્પણ કરો.
શ્રીકૃષ્ણને ધરાવો આ પ્રસાદ
પંચામૃત અચૂક ધરો
તુલસીદળને પ્રસાદમાં પધરાવો.
સૂકો મેવો, માખણ અને મીસરીનો ભોગ ધરો.
ધાણાની પંજરી પણ ધરી શકો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.