માં લક્ષ્મીએ કરી હતી રક્ષાબંધનની શરૂઆત, જાણો બળેવ સાથે જોડાયેલા પૌરાણિક કથા…

ધાર્મિક

રાખી અથવા રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષે સાવન પૂર્ણિમાના દિવસે રાખીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 22 ઓગસ્ટ, રક્ષાબંધન આવી રહી છે. તે ભાઈ-બહેનના પ્રેમ અને પ્રેમના તહેવાર તરીકે ઓળખાય છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષણાત્મક દોરા, મૌલી અથવા રાખડી બાંધે છે અને તેમના જીવનની શુભેચ્છા આપે છે. તેથી ભાઈઓ બહેનોને ભેટ આપે છે અને તેમના રક્ષણ અને સહકારનું વચન આપે છે. પરંતુ શું તમે જાણો છો કે રાખીનો તહેવાર કેવી રીતે શરૂ થયો? ચાલો જાણીએ રક્ષાબંધનની દંતકથા …

દર વર્ષે શ્રાવણી પૂનમે ઊજવાતું ભાઇ-બહેનના પવિત્ર સંબંધનું પર્વ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇની રક્ષા માટે તો પ્રાર્થના કરે જ છે ઉપરાંત પોતાનો લાડકવાયો ભાઇ તમામ શત્રુઓ પર વિજય મેળવે એવી ભગવાનને અરજ કરે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમનો તહેવાર. ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું આ એક એવું બંધન છે કે જેમાં રક્ષા અને બલિદાનની ભાવના છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાઇની કલાઇ પર રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ ભાઇના જીવનમાં અને તેના વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક છે. આ તહેવાર શ્રાવણ માસની પૂનમે ઊજવવામાં આવે છે.

રક્ષાબંધનની ઉજવણી સાથે ઘણીબધી ઐતિહાસિક અને પૌરાણિક કથા જોડાયેલી છે. એવું પણ કહેવાય છે કે રક્ષાબંધનનો આ તહેવાર દેવ અને દાનવોના સમયથી ઊજવવામાં આવે છે. એ વખતે દેવો અને દાનવો વચ્ચે ધમાસાણ યુદ્ધ ખેલાતું હતું. દાનવોની તાકાત સામે દેવો હારી જતા. દાનવોની પ્રખર શક્તિ સામે દેવોની દયનીય સ્થિતિ જોઇ ઇન્દ્ર દેવના પત્ની ઇન્દ્રાણી મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા. ત્યારે શ્રાવણ માસની પૂનમે ઇન્દ્રાણીએ ઇન્દ્રની રક્ષા માટે તેમના જમણા હાથે લાલ રંગનો દોરો બાંધ્યો હતો.

કૌરવો સામે યુદ્ધના મેદાનમાં જતાં પહેલાં અભિમન્યુની રક્ષા માટે કુંતીએ પણ તેને રાખડી બાંધી હતી. આવી જ રીતે આ પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા હતા! આવા તો અનેક પ્રસંગોનો પુરાણોમાં ઉલ્લેખ છે. ઈતિહાસમાં પણ આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક કથાઓ આપણે જાણીએ છીએ. જેમકે, મેવાડની મહારાણી કમૉવતીએ હુમાયુને રાખડી મોકલી ભાઇ બનાવ્યો હતો અને પોતાના પતિ અને રાજ્યની રક્ષા કરવાનું વચન માગ્યું હતું! ત્યારથી આ પવિત્ર બંધનની ઉજવણી આપણે કરતા આવીએ છીએ. ભાઇના હાથે રાખડી બાંધવી એ વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે અને ભાઇ માટે પણ બહેનની રાખડી તેને હિંમત અને શક્તિ પૂરી પાડનારી હોય છે.

રક્ષા અર્થે બાંધવામાં આવતી રાખડીના પ્રત્યેક તાંતણામાં ભાઇ-બહેનના હૃદયનો અતૂટ પ્રેમ નીતરતો હોય છે. આ રાખડીનો દોરો બહેન ભાઇને બાંધે છે અને જીવનભર બંને લાગણીના અને હેતના બંધનમાં બંધાયેલા રહે છે. રાખડી એ માત્ર સૂતરનો તાંતણો નથી, એ તો ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમનું મહત્વ સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ અને માન મળે એવી ઇચ્છા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ કામ, ક્રોધ, લોભ, મોહ જેવા શત્રુઓ પર વિજય મેળવે એવી પ્રાર્થના કરે છે. આ દિવસે ભાઇ પણ બહેનની રક્ષા માટેનું વચન આપે છે. જેના પ્રતીક રૂપે ભાઇ બહેનને ભેટ આપે છે અથવા દક્ષિણા આપે છે.

રક્ષાબંધનના પવિત્ર પર્વને ‘બળેવ’ અને ‘નાળિયેરી પૂનમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બ્રાહ્નણો પૂજા કરીને જનોઇ બદલે છે. માછીમારો આ દિનને ‘નાળિયેરી પૂનમ’ તરીકે ઊજવે છે અને દરિયાદેવની પૂજા કરે છે. તેમના માટે આ દિન ખૂબ જ શુભ ગણવામાં આવે છે કારણકે રક્ષાબંધનના દિવસથી જ તેઓ દરિયામાં પોતાના નવા કામની શરૂઆત કરે છે. આ દિવસે ખલાસી બહેનો પણ પતિની રક્ષા માટે દરિયાદેવનું પૂજન કરે છે.

દેવી લક્ષ્મી અને રાજા બલીની કથા 

પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતારના રૂપમાં રાક્ષસ રાજા બલી પાસેથી ત્રણ પગલામાં પોતાનું સાર સામ્રાજ્ય માંગ્યું હતું અને તેમને પાતાળ માં રહેવાનું કહ્યું હતું. પછી રાજા બલીએ ભગવાન વિષ્ણુને તેમના મહેમાન તરીકે પાતાળ જવા કહ્યું. જેને વિષ્ણુ ના ન પાડી શક્યા. પરંતુ જ્યારે ભગવાન વિષ્ણુ લાંબા સમય સુધી તેમના નિવાસસ્થાને પાછા ન આવ્યા ત્યારે લક્ષ્મીજી ચિંતા કરવા લાગ્યા. પછી નારદ મુનિએ તેને રાજા બાલીને પોતાનો ભાઈ બનાવવાની સલાહ આપી અને વિષ્ણુજીને ભેટ તરીકે માંગવાનું કહ્યું. માતા લક્ષ્મીએ પણ એવું જ કર્યું અને આ સંબંધને વધુ ગાઢ બનાવતા તેમણે રાજા બાલીના હાથ પર રાખડી અથવા રક્ષણનો દોરો બાંધ્યો. ત્યાર થી રક્ષાબંધન ની શરૂઆત થઈ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.