ગણેશ ઉત્સવ ના દસ દિવસ સુધી રોજ 2 લવિંગ અને કપૂર થી કરો આ ઉપાય, ખુલી જશે નસીબ, સાત પેઢી સુધી નહી ખૂટે ધન…

Uncategorized

આજથી 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે.  ગણપતિની કૃપાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને જીવન આનંદથી ભરેલું રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ધન અને નુકશાન દૂર કરવા માટે ભગવાન ગણેશની સાથે સાથે દેવી લક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ.

મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે.  દેવી લક્ષ્મી અને ગણપતિ મહારાજને પ્રસન્ન કરવા માટે,  દરરોજ 10 દિવસ સુધી શ્રી ગણેશ સ્તોત્ર અને શ્રી અષ્ટલક્ષ્મી સ્તોત્રમનો પાઠ કરો.  આમ કરવાથી ગણપિત મહારાજ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે.

ગણપતિની કૃપા તમારા પર બની રહે તે માટે આજે અમે તમને આ 2 ટોટકા વિશે જણાવી છીએ આ ટોટકા ખૂબ જ ચમત્કારી છે તમારી કિસ્મત ખૂલી જશે.  અજમાવો આ ઉપાય..

કપૂરનો ઉપયોગ પૂજા – પાઠ ઉપરાંત કેટલાક પ્રાચીન ટોટકા કરવા માટે પણ કરવામાં આવે છે.  પૂજા કર્યા પછી કપૂરની આરતી અચૂક કરવામાં આવે છે.  તેનાથી ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે.  કપૂરનો ધૂપ ઘરમાં કરવાથી તન તેમજ મનને શાંતિ મળે છે.  કપૂર એટલું ચમત્કારી હોય છે કે તે વ્યક્તિના અનેક બગડેલા કામ પણ સુધારી શકે છે.  વાસ્તુદો-ષ, ધનની ખામી, ગૃહ ક્લેશ દૂર કરવામાં પણ કપૂર ઉપયોગી સાબિત થાય છે.  તો જાણી લો કપૂરના આ ખાસ ઉપાયો વિશે આજે.

જો ધનની ખામી તમારા જીવનની મુખ્ય સમસ્યા બની ગઈ હોય તો તેનું નિવારણ કપૂર લાવશે. તેના માટે રાત્રે ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ પ્રજ્વલિત કરવા. આ ટોટકાને થોડા દિવસો સુધી રોજ અમલમાં મુકવો. આ ઉપાય વ્યક્તિને માલામાલ કરી દે છે અને જીવનમાં ધનની ખામી રહેતી નથી.

જ્યારે અનેક પ્રયત્નો પછી પણ કામમાં સફળતા ન મળે તો કપૂરનો આ સરળ ઉપાય એક વખત જરૂરથી કરવો. આ ઉપાય અત્યંત સરળ છે. ભાગ્યના બંધ દરવાજા ખોલવા હોય તો દરેક શનિવારે રાત્રે પાણીમાં કપૂરનું તેલ ઉમેરી તેનાથી સ્નાન કરવું.

અણધારી આફત કહો કે દુર્ઘટના તેનાથી હંમેશા ચેતીને ચાલવું જોઈએ. આ સમસ્યાથી બચવા માટે રોજ રાત્રે ઘરમાં કપૂરનો ધૂમાડો કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

વાસ્તુદો-ષને દૂર કરવા માટે કપૂરની બે ગોટી જે સ્થળે વાસ્તુદો-ષ હોય ત્યાં રાખી દેવી. આ ગોટી ઓગળી જાય પછી ફરીથી ત્યાં બીજી રાખી દેવી. આ ઉપાયથી વાસ્તુદો-ષ નડતરરૂપ બનતો નથી.

જો ઘરમાં રોજ ક્લેશ રહેતો હોય તો રોજ સવારે તેમજ સાંજે ઘીમાં કપૂર બોળી અને પ્રગટાવવું. આ ઉપાયથી ઘરમાંથી ક્લેશ કાયમ માટે દૂર થઈ જશે અને શાંતિ જળવાઈ રહેશે

જો વિવાહની વાત અકારણ આગળ ન વધે ત્યારે કપૂરના 6 ટુકડા અને લવિંગના 36 ટુકડા લઈ તેને પ્રજ્વલિત કરો તેમાં હળદરવાળા ચોખાની આહુતિ આપો. આ ટોટકાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *