ભારતના એવા મંદિરો જ્યાં ભગવાનને થાય છે પરસેવો, જાણો આ ચમત્કારી અને રહસ્યમય મંદિરો વિશે…

ધાર્મિક

ભારતમાં ઘણા મંદિર છે જેની સાથે ઘણા રહસ્ય જોડાયેલા છે. આ મંદિરોકેન લઈને ઘણી અજીબો ગરીબ માન્યતાઓ છે.

દુનિયા રહસ્યોથી ભરેલી છે. જેના વિશે જાણવા માટે લોકો હંમેશા ઉત્સુક હોય છે. ઘણા રહસ્યો પરથી પડદો ઉઠે છે તો ત્યાં જ ઘણા એવા પણ રહસ્ય છે જે રહસ્ય ફક્ત રહસ્ય જ રહી જાય છે. ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જે પોતાનામાં જ હંમેશાથી રહસ્યમય રહી છે. તેમાંથી ઘણી જગ્યાઓ લોકોની આસ્થા સાથે જોડાયેલી છે. ભારતમાં ઘણા મંદિર છે જેની સાથે ઘણા રહસ્ય જોડાયેલા છે. આ મંદિરોને લઈને ઘણી અજીબો ગરીબ માન્યતાઓ છે. જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. ભારતમાં એવા જ અમુક મંદિરો છે જેને લઈને માન્યતા છે કે ત્યાં ભગવાનની પ્રતિમાને પરસેવો આવે છે. જાણીએ આ મંદિરો વિશે.

મધ્યપ્રદેશનું મા કાળી મંદિર

મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત માં કાળીના મંદિરને લઈને લોકોમાં માન્યતા છે કે અહીં માતાની પ્રતિમાને પરસેવો આવે છે. માન્યતા અનુસાર માતાને ગરમી લાગવાના કારણે તેમને પરસેવો આવે છે. માટે મંદિરમાં હંમેશા AC ચાલુ રહે છે. જબલપુરમાં સ્થિત આ મંદિરની ભવ્ય પ્રતિમાને 600 વર્ષ જુની માનવામાં આવે છે. તેને ગોંડવાના સામ્રાજ્ય વખતે સ્થાપિત કરવામાં આવી હતી. જ્યાર બાદ અહીં આવી માન્યતા પ્રચલિત છે.

હિમાચલનું ભલેઈ મંદિર

હિમાચલ પ્રદેશમાં ભલેઈ માતાના મંદિરમાં ભારે સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે નવરાત્રિના દિવસોમાં અહીં ભક્તોની ભીડ લાગે છે. આ મંદિરને લઈને લોકોમાં એક અજબ માન્યતા છે કે અહીં દેવીની મુર્તિને પરસેવો આવે છે. માનવામાં આવે છે કે જે સમયે માતાને પરસેવો આવે છે તે સમય તે ત્યા ઉપસ્થિત ભક્તોની મનોકામના પુરી થઈ જાય છે. મંદિરમાં પૂજા કરનાર પુજારીઓનું આ વિશે કહેવું છે કે માતાની મુર્તી આ ગામમાં પ્રગટ થઈ હતી. જ્યાર બાદ ત્યાં મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું.

તમિલનાડુમાં ભગવાન કાર્તિકેયનું મંદિર

તમિલનાડુમાં ભગવાન કાર્તિકેય મુરીગાના સિક્ક્કલ સિંગારવેલાવર મંદિરને લઈને પણ લોકોમાં માન્યતા છે કે અહીં ભગવાનની પ્રતિમાને પરસેવો આવે છે. અહીં દર વર્ષે ઓક્ટોબરની વચ્ચે એક પર્વનું આયોજન કરવામાં આવે છે. તે સમયે ત્યાં ભગવાન સુબ્રમણ્યની પથ્થરની મુર્તીથી પરસેવો ટપકે છે અને કહેવાની સમાપ્તિ થતા થતા પરસેવો પણ ઓછો થવા લાગે છે. આ પર્વને લઈને માન્યતા છે કે આ સુરાપદમન નામના રાક્ષસ પર ભગવાન સબ્રમણ્યની વિજયના રૂપમાં ઉજવવામાં આવે છે. ભગવાનને આવતા પરસેવાને લઈને લોકપ્રચલિત છે કે આ પરસેવો રાક્ષસને મારવા માટેની રાહ જોઈ રહેલા ભગવાન સુબ્રમણ્યમના ક્રોધનું પ્રતીક છે. આ પરસેવાનું શ્રદ્ધાળુઓના ઉપર છંટકાવ પણ કરવામાં આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *