ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના પાટણાકુવા ગામમાં શ્રી તુળજા ભવાની માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિર આવેલુ છે. જે આશરે 400 વર્ષથી પણ જૂનું અને ઐતિહાસિક છે અને અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા છે. આ મંદિર પર લોકોની એટલી શ્રદ્ધા છે કે ગામના કોઈ પણ યુવાનને જો નોકરી મળે તો તેને માતાજીનો આશીર્વાદ માની પહેલો પગાર માતાજીને અર્પણ કરવામાં આવે છે.
તો આવો આપણે જઈએ પાટનાકુવા ગામ કે જ્યાં બિરાજે છે છત્રપતિ શિવાજીના કુળદેવી મા તુળજા ભવાની. છત્રપતિ શિવાજીની કુળદેવી માતા તુળજા ભવાની સ્થાપિત છે, જે આજે પણ મહારાષ્ટ્રના મુખ્ય શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે.
માન્યતા છે કે શિવાજીને તલવાર દેવી માતા એ પોતે પ્રદાન કરી હતી. હાલ આ તલવાર લંડનના સંગ્રહાલયમાં મુકેલી છે. માતા એ મહિષાસુરનો વ-ધ કર્યો ત્યારબાદથી આ પ્રસંગ ‘વિજયાદશમી’ કહેવાયો અને માતાને ‘ત્વરિતા’ નામથી પણ ઓળખવામાં આવે છે, જેને મરાઠીમાં તુળજા ભવાની કહે છે.
માના ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં લઇ શ્રી તુળજા ભવાની ટ્રસ્ટે મંદિરના ગર્ભગૃહમાં જાજરમાન તેજોમય મા તુળજા ભવાનીની સ્વયંભૂ મૂર્તિને યથાસ્થાને રાખી રાજસ્થાનના પથ્થરનું શિલ્પકારીનું વિશાળ ગર્ભગૃહ સાથે કલાત્મક મંદિર બનાવવાનું કામકાજ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે અને આ સ્થાનકને સાચા અર્થમાં તુળજાધામ બનાવવા દ્રઢ સંકલ્પ કરી અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.
શ્રદ્ધાના પ્રતીક સમા આ તુળજા ભવાનીનું પથ્થરનું નકશીકામ અને કલાત્મક વિશાળ નવું મંદિર બનતાં અંદાજે બે વર્ષ લાગશે. આ મંદિર સંકુલની બાજુમાં પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર છે. વળી, મંદિર સામે વિશાળ ચોકમાં પાંચ માળનું વિશાળ રામબા ટાવર પણ છે. જેની નીચે નવરાત્રિમાં માતાજીની કાચની બનાવેલ ફરતી માંડવી મૂકવામાં આવે છે, બીજા માળે ખોડિયાર માતાજીનું મંદિર, ત્રીજા માળે પંખીભુવન, ચોથે માળે ઘડિયાળઘર અને પાંચમા માળે છત્રી આકારની ટોચે ઘુમ્મટ છે અને ઉપર શિખર આવેલું છે.
પાટનાકૂવા વહાલસોયી માતા જેવી ધરતીની છાતીને વળગેલ બાળક સમાન વર્ષોથી મા તુળજા ભવાનીના સાંનિધ્યમાં બેઠું છે. અહીંયાં દર પૂનમે હવન, પૂજન-અર્ચન થાય છે સાથે સાથે સાંજે મંદિરમાં મહાઆરતીનું આયોજન પણ થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.