ગુજરાત ના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા દેવરિયા ગામમાં 1400 વર્ષ જૂનું ખોડીયાળ માતાજી નું મંદિર આવેલું છે. ત્યાં એક ચમત્કારિક કૂવો આવેલો છે એનું નામ સાણ કૂવો છે. આ કુવા ની એવી માન્યતા છે કે તમે આ કુવા નું એક વાર પાણી પીવો તો તમારા પેટના પેટના ધણા બધા રોગો મટી જાય છે. ગામ લોકોનું કહેવું છે. આ કૂવાનું પાણી સ્વાદમાં થોડું ખારું હોય છે.
દેવળીયા ગામે સાણ કૂવાની જગ્યામાં દર પૂનમે માઇભકતો દર્શનાર્થે આવે છે. ત્યારે પોષ મહિનાની પૂનમનો મહિમા વધારે હોવાથી પોષી પૂનમનાં દિવસે આ જગ્યામાં બિરાજમાન ખોડીયાર મંદિરે સવારથી જ ભક્તો ઉમટી પડયા હતા. ત્યારે સાંજે આરતી સમયે દિવડાઓથી ત્રિશુલ અને માં લખેલી કૃતિ બનાવવામાં આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ખોડિયારમાં ના આ મંદિરે પૂનમનો મહિમા અનેરો હોય છે. લાખો ની સંખ્યા માં ભકતો દર્શન કરવા આવતા હોય છે આજુ બાજુ ના ગામ ના લોકો આવે છે પ્રસાદી લે છે કૂવા નું પાણી પીવે છે અને ધન્યતા અનુભવે છે. અહિયા માનતા રાખે છે અને પૂરી કરવા આવે છે. અહિયા આવતા તમામ ભક્તો ના દુ:ખો દૂર કરે છે માં અને ચમત્કારી કૂવા નું પાણી હમેશા સાફ જ હોય છે. અહિયા ના લોકો કૂવા નું ધ્યાન રાખે છે અહી આવતા તમામ ભક્તો પાણી પીવે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.