ભારતમાં આ એક માત્ર મંદિર કે જ્યાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે જાણો રામભક્તના લગ્નનું રહસ્ય…

ધાર્મિક

હિન્દુ ધર્મમાં પવનસુત અને રામ ભક્ત ભગવાન હનુમાન ને બાલ બ્રહ્મચારી  તરીકે ઓળખવામાં આવે છે.  આ જ કારણ છે કે મોટાભાગના લોકોને લાગે છે કે હનુમાન જીના ક્યારેય લગ્ન થયા નથી.  પરંતુ ઘણી પૌરાણિક કથાઓ અને ધાર્મિક શાસ્ત્રોમાં હનુમાનજીના લગ્ન થયા હોવાનું કહેવાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ તેલંગાણામાં હનુમાનજીનું એક એવું મંદિર પણ છે જ્યાં તેમની પત્ની સાથે હનુમાન જીની મૂર્તિ સ્થાપિત છે અને તે બંનેની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીના લગ્ન સાથેની પૌરાણિક કથા શું છે,  અને લગ્ન પછી પણ બ્રહ્મચારી કેવી છે હનુમાન જી, ચાલો જાણીએ.

હનુમાનજીએ સૂર્યદેવની પુત્રી સાથે લગ્ન કર્યા

પરાશર સંહિતામાં એક દંતકથાનો ઉલ્લેખ છે, જે મુજબ હનુમાનજીએ સૂર્યદેવની પુત્રી સૂર્વચલા સાથે લગ્ન કર્યા હતા. હનુમાનજીને આ લગ્ન કરવા પડ્યા કારણ કે પવનપુત્ર હનુમાનજી સૂર્યદેવને પોતાના ગુરુ માનતા હતા અને તેમણે સૂર્યદેવ પાસેથી નવ વિદ્યા લેવાનું નક્કી કર્યું હતું.

સૂર્યદેવે હનુમાનજીને નવ વિદ્યામાથી પાંચ તો શિખવાડી દીધી, પરંતુ બાકીની ચાર વિદ્યાઓ શીખવા માટે લગ્ન કરવા જરૂરી હતા. પછી સૂર્યદેવે હનુમાનજી લગ્ન કરવાનું કહ્યું અને હનુમાનજીને સાથે તેમની પુત્રી સૂર્વચલાના લગ્ન કરાવ્યા.

સૂર્યદેવે હનુમાનજીનું બ્રહ્મચર્ય તુટલા ન દીધુ

સૂર્યદેવે હનુમાનજીને કહ્યું હતું કે લગ્ન પછી સૂર્વચલા ફરીથી તપચર્યામાં લીન થઈ જશે અને આમ બન્યું. હનુમાનજીને પણ તેમની બાકીની ચાર વિદ્યાઓનું જ્ઞાન મેળવા લાગી ગયા.  કેમ કે સુર્વચલાનો જન્મ કોઈ ગર્ભાશયમાંથી થયો ન હોવાથી,

તેની સાથે લગ્ન કર્યા પછી પણ હનુમાનજીના બ્રહ્મચર્યમાં કોઈ અવરોધ ઉભો થયો ન હતો અને વિશિષ્ટ સંજોગોમાં લગ્ન કર્યા પછી પણ હનુમાનજીને બ્રહ્મચારી કહેવામાં આવે છે.

તેલંગાણામાં છે પત્ની સાથે હનુમાનજીનું મંદિર

તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાન જીનું એક વિશેષ મંદિર છે જ્યાં ગૃહસ્થ રૂપમાં પત્ની સુર્વચલા સાથે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં ઈશ્વરના દર્શન માત્રથી વૈવાહિક જીવનમાં આવતી બધી બાધાઓ દૂર થાય છે.

પત્ની સૂરવચલા સાથે પૂજા કરવામાં આવે છે.  એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાનનું દર્શન કરવાથી વૈવાહિક જીવનમાં આવતી તમામ અવરોધો દૂર થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *