જાણો ભગવાનને શા માટે ધરાવાય છે ભોગ? તેની પાછળનો વૈજ્ઞાનિક તર્ક શું છે.

ધાર્મિક

હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ જ્યારે આપણે ભોજન તૈયાર કરીએ છીએ તો સૌ પ્રથમ ઇશ્વરને ભોગ લગાવીએ છીએ અને ત્યારબાદ પરિવારના સભ્યો પ્રસાદ રૂપે ભોજનન ગ્રહણ કરે છે. તો આપણે પ્રભુને ભોગ શા માટે ચઢાવીએ છીએ તેની પાછળનું રહસ્ય શું છે.

હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ જ્યારે આપણે ભોજન તૈયાર કરીએ છીએ તો સૌ પ્રથમ ઇશ્વરને ભોગ લગાવીએ છીએ અને ત્યારબાદ પરિવારના સભ્યો પ્રસાદ રૂપે ભોજનન ગ્રહણ કરે છે. તો આપણે પ્રભુને ભોગ શા માટે ચઢાવીએ છીએ તેની પાછળનું રહસ્ય શું છે.

ભગવાનને ભોગ લગાવવા પાછળ માત્ર ઘાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક આધાર છે. જો આપ ભોજન ક્રોધ અને ઉતાવળમાં બનાવશો તો તો સુપાચ્ય નથી બનતું. જેનું શરીર અને મન પર નકારાત્મક અસર થાય છે. આપણા હિન્દુ ધર્મમાં તેવી પરંપરા છે કે, ભોજન બનાવ્યાં બાદ તેને પ્રભુને ધરાવવામાં આવે છે ત્યારબાદ જ ઘરના સભ્યો ભોજન કરે છે.શાસ્ત્રોમાં આવ વાતને ધાન-દોષ દૂર કરવા માટે જરૂરી મનાય છે. ભાવ શુદ્ધિ માટે પણ એ જરૂરી છે.

ભગવાનને ભોજન ઘરાવવા પાછળનું એક મુખ્યકારણ એ પણ છે કે, ભગવાનને હંમેશા સાત્વિક,શુદ્ધ આહાર જ ધરાવવામાં આવે છે. અપવિત્ર તામસી આહારનો નૈવેદ્ય નથી હોતું, આ કારણે રસોઇ પણ એવી જ બને જે ભગવાનને ધરાવાય તો તેથી સૌ કોઇ ઉચિત આહાર ગ્રહણ કરી શકે.

કેટલાક લોકો આ વિધાનને અંધવિશ્વાસ પણ માને છે. એક વખત એક કાર્યક્રમમાં જગત ગુરૂ શકરાચાર્ય કાચી કામકોટીજીને પ્રશ્ન કર્યો હતો કે, ભગવાનને ભોજન ધરાવવું એ એક માત્ર અંધશ્રદ્ધા નથી? કારણ કે ભગવાન તો એ ભોજન ગ્રહણ પણ નથી કરતા. તેના રંગ, રૂપ સ્વાદમાં પણ કોઇ ફરક નથી પડતો તો પછી ભોજન ઘરાવવાનો ઉદેશ શું છે?

જગત ગુરૂ શકરાચાર્ય કાચી કામકોટીજીએ આ સવાલનો સુંદર જવાબ આપ્યો. કહ્યું, ‘જે રીતે આપ મંદિર જાવ છો ત્યારે ભગવાનને કંઇકને કંઇ અર્પણ કરો છો અને ત્યારબાદ આ ભોગ આપ પ્રસાદ રૂપે ગ્રહણ કરો છો. જોકે તેના સ્વાદ આકારમાં કોઇ ફરક પડતો નથી પરંતુ તે પ્રભુના ચરણમાં ગયા બાદ પ્રસાદી બની જાય છે. તેવી જ રીતે ભગવાનને ધરાવેલું ભોજન પણ પ્રસાદી બની જાય છે.

Leave a Reply

Your email address will not be published.