મૃત્યુ બાદ આત્માને ચાલવું પડે છે આટલા લાખ કિલોમીટર! જાણો કેટલી મુશ્કેલ હોય છે મૃત્યુ બાદ યાત્રા

ધાર્મિક

ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે વ્યક્તિના મૃ-ત્યુ બાદ તેને 24 કલાક માટે યમલોકની યાત્રા કરાવવામાં આવે છે. જ્યાં તેના સમગ્ર જીવનના લેખાં-જોખાં બતાવવામાં આવે છે.

પાણીથી તરસતી આત્માને ત્યાં પીવા પાણી પણ મળતું નથી

પાપી વ્યક્તિઓ માટે ગરુડ પુરાણમાં મૃત્યુ બાદ એટલી ભયાનક સ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે વિચાર માત્રથી અંદરનો આત્મા કંપી ઉઠે છે. ગરુડ પુરાણ અનુસાર પિંડ દાન બાદ વ્યક્તિનું સૂક્ષ્મ શરીર બને છે. આ શરીર ધારણ કર્યા બાદ તેને એટલી લાંબી અને ભયાનક પગપાળા યાત્રા કરવાની હોય છે કે જે પોતાના સમગ્ર જીવનકાળમાં કરી નથી હોતી.

ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે વ્યક્તિના મૃત્યુ બાદ તેને 24 કલાક માટે યમલોકની યાત્રા કરાવવામાં આવે છે. જ્યાં તેના સમગ્ર જીવનના લેખાં-જોખાં બતાવવામાં આવે છે. ત્યારબાદ તેના કર્મના આધારે તેના માટે સ્વર્ગ, નર્ક અથવા તો પિતૃલોકનો વાસ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ફરીથી તેને 13 દિવસ માટે ધરતી પર પરત મોકલી દેવામાં આવે છે.

13 દિવસ બાદ પાપીઓને કરવી પડે છે આ કષ્ટદાયક યાત્રા

આ 13 દિવસ દરમ્યાન તેના પરિવાર દ્વારા કરવામાં આવેલા પિંડદાનથી સૂક્ષ્મ શરીર તૈયાર થાય છે અને તેમાં આત્મા પ્રવેશ કરે છે. સારા કર્મો અને પુણ્ય કરનારાઓને 13 દિવસ બાદ સ્વર્ગમાં સુખ ભોગવવા માટે મોકલી દેવામાં આવે છે. જ્યારે પાપીઓને યમલોકની યાત્રા પગપાળા કરવાની હોય છે. આ દરમ્યાન તેને 99 હજાર યોજન એટલે કે 11 લાખ 99 હજાર 988 કિલોમીટર એટલે કે 12 લાખ કિલોમીટર પાગપાળા યાત્રા કરવી પડે છે. આ યાત્રા પૂરી કરવામાં તેને એક વર્ષ જેટલો સમય લાગી જાય છે.

યાત્રા દરમ્યાન ભોગવવા પડે છે આટલા કષ્ટ

આ યાત્રા દરમ્યાન આત્માને તમામ ગામમાંથી પસાર થવું પડે છે. આ ગામોમાં પ્રલયકાળ સમાન કેટલાય સૂર્ય ચમકતા હોય છે. આત્માઓને તેનાથી બચવા માટે ન તો છાંયો મળે છે કે આરામ કરવા માટે કોઈ જગ્યા. પાણીથી તરસતી આત્માને ત્યાં પીવા પાણી પણ મળતું નથી.

આ રસ્તામાં એક અસિપત્ર નામનું એક વન પણ આવે છે. જેમાં ભયાનક આગ હોય છે. કાગડાઓ, ઘુવડ, ગીધ, મધમાખી, મચ્છર જેવા ઘણા જીવ જંતુઓ મળે છે, જે આત્માઓને પરેશાન કરવાનું કામ કરે છે. આનાથી બચવા માટે આત્મા ક્યારેક મળ-મૂત્ર તો ક્યારેક લોહી, કીચડ જેવી ગંદી વસ્તુઓથી ભરેલા કૂવાઓમાં ખાબકે છે. માટે આવી બધી યાતનાઓથી બચવા માટે જીવનમાં હંમેશા સારું કર્મ કરતા રહેવું જોઈએ અને ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *