ભારતની એક એવી જગ્યા જ્યાં પડ્યો છે અબજોનો ખજાનો, નથી કોઈ સુરક્ષા, તો પણ કોઈ તેને બહાર કાઢવાનો પ્રયાસ નથી કરતું, રહસ્ય છે ચોકવનારું

અજબ-ગજબ

ભારત દેશ કે જેને એક સમયમાં સોનાની ચીડિયા કહેવામાં આવતો હતો. તેના પાછળનું કારણ હતું ભારતની સુખ સમૃદ્ધિ. ભારતમાં પહેલા રજવાડા પાસે એટલો ખજાનો હતો કે પુરા વિશ્વની નજર ભારત પર હતી. આજે પણ દેશમાંથી આપણે નવા જુના કામ કરતા તે ખજાનાઓ મળી આવે છે. ભારતનું એક પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ છે જે સંપૂર્ણ બરફથી ઠંકાયેલું છે. આ સાથે ત્યાં ઠંકાયેલા છે તેના રહસ્ય અને ખજાનાઓ. તો આવો કરીએ એક નજર.

હિમાચલ પ્રદેશની કેટલીક જગ્યાઓ મહાભારત કાળથી નિશાનીઓ આપે છે. જ્યારે કેટલાક સ્થળોના રહસ્ય હજી પણ અકબંધ છે. આ રહસ્યોમાં અબજો ખજાનાના રહસ્યો છુપાયેલા છે.

હિમાચલ પ્રદેશમાં એક સરોવર છે જેમાં આજની કિંમત લગાવીએ તો અબજોનો ખજાનો છુપાયેલ છે. જો કે આજ સુધી કોઈએ પણ આ તળાવમાંથી ખજાનો કાઢવાનો પ્રયાસ કર્યો નથી.

કમરુનાગ સરોવર હિમાલયના મુખ્ય સરોવરમાંનું એક છે. આ સરોવરનું નામ દેવતા કમરુનાગ પરથી પડ્યું છે. કહેવાય છે કે ભક્તો અહીંયા મંદિરના દર્શન કરવા માટે આવે છે. પોતાની મનોકામના પુરી કરવા માટે આ સરોવરમાં સોના, ચાંદીના ઝવેરાતો પધરાવે છે. આ સાથે રૂપિયા અને પૈસા પણ અર્પણ કરે છે. દ્વાપર યુગથી આ પ્રથા ચાલી આવે છે જેથી આજે સરોવરમાં અબજોનો ખજાનો છુપાયેલો છે.

આ સરોવરમાં ઝવેરાતો પધરાવાનો એક શુભ સમય હોય છે. જ્યારે દેવતાને ભોગ ધરવામાં આવે ત્યારે આ સરોવરમાં મન્નત માંગી ઝવેરાતો પધરાવામાં આવે છે. આ સરોવરમાં અરબોનો ખજાનો છે છતાં પણ કોઈ જાતની સુરક્ષા રાખવામાં આવી નથી. લોકોની આસ્થા છે કે આ સરોવરમાં જે ખજાનો છે તેને કામરુનાગ દેવ રક્ષા કરે છે. આ સાથે દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તેથી જ કોઈ ચોર, લુટેરા આ સરોવરમાં રહેલા ઝવેરાતને હાથ લાગવાની હિમ્મત કરતા નથી. સદીઓથી કામરુનાગ સરોવરમાં ખજાનો હેમખેમ પડ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *