ઠંડીની શરૂઆત ધીમા પગલે થઇ ચૂકી છે. આવા સમયમાં શરદીના કોઠાવાળી વ્યક્તિની હાલત ખૂબ જ ખરાબ થતી હોય છે. વળી, કોરોના વાઇરસ તેના પીક પર હોવાથી શરદી-ખાંસીથી પણ લોકો ડરે તે સ્વાભાવિક છે. શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેક્શન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યાના કારણે હંમેશાં ગળામાં કફની ફરિયાદ હોય છે. કફનાં લક્ષણમાં સતત નાક વહેવું, છાતી અને ગળામાં કંઈક જામેલું અનુભવવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, છાતી જામી જવી વગેરેનો સમાવેશ થાય છે.
જો થોડા દિવસ સુધી કફની સમસ્યા રહે તો તે વધુ ગંભીર નથી હોતી પણ જ્યારે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. કફ જામવાનાં સામાન્ય કારણોમાં ધૂમ્રપાન, વાઈરલ ઇન્ફેક્શન, સાઈનસ, શરદી-ઉધરસ અને ફ્લૂ. કફના કારણે ગળામાં ખરાશ રહે છે. કફના કારણે સતત છીંક આવે છે તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કેટલાક દેશી ઉપાય અજમાવવાથી કફ મટાડી શકાય છે.
• કફ દૂર કરવા માટે બે કપ પાણી લઈ એમાં ૩૦ મરી ખાંડી એને ઉકાળો. હવે જ્યારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળી તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પાણીનું સવાર-સાંજ સેવન કરવાથી ઉધરસ અને કફ બંનેથી છુટકારો મળે છે.
• લસણ ખાવાથી ગળામાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે. આ દેશી ઉપાયથી ટીબીના રોગમાં પણ રાહત મળે છે.
• આદું છીણી તેના નાના-નાના ટુકડા મોઢામાં રાખી ચૂસવાથી કફ સરળતાથી શરીર બહાર નીકળી જાય છે.
• નાના બાળકની છાતીમાં કફ જમા થયો હોય તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળવાથી કફ બહાર નીકળી જશે.
• ગરમ પાણીમાં એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ભેળવી એ પાણી પીવાથી ગળું સાફ થાય છે.
• કાચી હળદરનો રસ મોઢું ખોલીને ગળામાં નાખીને થોડા સમય માટે ચૂપ બેસવાથી તે રસ ગળાની નીચે ઊતરશે અને તકલીફ ઓછી થવા લાગશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.