(1) કોથમીર બગડી જવાની ફરિયાદ દરેક મહિલાને હોય છે આમ કોથમીર થોડાક દિવસ તાજી રાખવા માટે આ ઉપાય જરૂર કરજો કોથમીર તાજી રહેશે કોથમીરને થોડા દિવસો તાજી રાખવા માટે તેને સિલ્વર ફોઈલ માં વીંટાળીને મૂકો આમ કરવાથી કોથમીર બગડશે નહિ તાજી રહેશે.
(2) શું તમે ઘરે આઈસ્ક્રીમ બનાવો છો તો આઈસ્ક્રીમ નું મિશ્રણ સુંવાળું બનાવવા માટે , તેમાં લિક્વિડ ગ્યુકોઝ ( ગ્યુકોઝનું પ્રવાહી ) ઉમેરો આથી આઈસ્ક્રીમ નું મિશ્રણ એકદમ સુવાળું બનશે અને આઈસ્ક્રીમ માં બરફ નહિ થાય
(3) કોર્નફ્લેક્સ હવાઈ ગયા હોય તો તેને ભાંગીને બ્રેડક્રમ્સ બદલે વાપરો .
(4) ભીંડાનું શાક બનાવતી વખતે તેમાંથી તાતણા નીકળે છે આથી તેમાંથી તાતણા ન નીકળે એ માટે આ ઉપાય કરો ભીંડા માંથી તાંતણા ન નીકળે એ માટે તેમાં થોડો આમચૂર પાઉડર નાખો તાતણા નહિ નીકળે.
(4) ઓપરેશન વગર નીકળવા માટે આ ઉપચાર એકવાર જરૂર ટ્રાય કરજો જરૂર ફાયદો થશે નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે
(5) આલું પરાઠા બનાવતી વખતે તેનું સ્વાદ બમણો કરવા માટે આલુ પરોઠા બનાવતી વખતે બટાકાંના મસાલામાં અથાણાનો થોડો મસાલો નાખવાથી પરોઠાંનો સ્વાદ બદલાઈ જશે ખુબ ટેસ્ટી લાગશે આંગળા ચાટતા રહી જશે.
(6) દ્રાક્ષને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી રાખવાથી વધારે દિવસો સુધી ફ્રેશ રહેશે
(7) સોજીનો હલવો બનાવતા સમયે તેમાં એક ચમચો બેસનનો લોટ ( ચણાનો લોટ ) મિક્સ કરવાથી હલવો જલ્દી બને છે સાથે તેનો રંગ અને સ્વાદ વધુ સારા બને છે
(8) ફ્રેંચફ્રાઈજ બનાવતા સમયે પહેલાં તેને ઉકાળી લો પછી તેલમાં તળો આમ કરવાથી તેલ હાથમાં પણ ઓછું આવશે અને ખાવામાં પણ ઓછુ આવશે
(9) પરાઠાને માખણમાં શેકવાથી વધુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે . પૂરીને તળતાં પહેલાં ૧૦-૧૫ મિનિટ ફ્રીજમાં રાખવાથી તે ઓછા તેલમાં સારી ફુલે છે અને તેને કરકરી ( ક્રિસ્પી ) બનાવવા લોટ બાંધતા સમયે થોડી સોજી ઉમેરો .
(10) બટાકાના શાકમાં રસાને વધુ રસદાર બનાવવા માટે તેમાં ઘઉંનો અથવા બેસનનો લોટ ( ચણાનો લોટ ) નાખવાથી શાક વધુ રસદાર બને છે
(11) કઢી સ્વાદિષ્ટ બનાવવા માટે તેને બરોબર રીતે ઉકાળવી જોઈએ . ઊકળ્યા બાદ પણ કઢીને થોડો સમય ધીમા ગેસ પર ઊકળવા દેવાથી તેનો સ્વાદ વધી જાય છે
(12) ભીંડાને વધુ સમય ફ્રેશ રાખવા માટે તેમાં થોડું સરસવનું તેલ છાંટવું જોઈએ
(13) નુડલ્સને બાફતા સમયે તેમાં થોડું મીઠું અને તેલ નાંખવું જોઈએ પછી ઠંડા પાણીમાં ધોવાથી નુડલ્સ એકબીજાને ચોંટસે નહી