ઉ. ભારત નું સોમનાથ ગણાતું ચમત્કારી શિવ મંદિરમાં આવેલ શિવલિંગના દર્શન માત્રથી ભક્તોના બધા દુઃખો દૂર થઇ જાય છે, અને તેમની બધી મનોકામનાઓ પુરી થાય છે.

ધાર્મિક

મધ્યપ્રદેશના ભોપાલથી આશરે 32 કિલોમીટર દૂર આવેલા આ મંદિરને ભોજેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. રાયસેન જિલ્લામાં સ્થિત ભોજેશ્વર મંદિર જેને ઉત્તર ભારતનું સોમનાથ મંદિર પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પરમાર વંશના રાજા ભોજે 11મી સદીમાં કરાવ્યું હતું. આ મંદિર સ્થાપત્ય કળાનો પણ એક ઉત્તમ નમૂનો છે.

ભારતનાં સૌથી વિશાળ શિવલિંગ પૈકીનું એક શિવલિંગ ભોજપુરના ભોજેશ્વર મંદિરમાં પૂજાય છે. આ મંદિર અને શિવલિંગના બાંધકામની ચોક્કસ તારીખ નથી મળતી, પરંતુ ઇતિહાસવિદોના મતે રાજા ભોજ (હા, કહાં રાજા ભોજ અને કહાં ગંગુ તૈલીવાળા જ ભોજ રાજા) દ્વારા આજથી ૧૦૦૦ વર્ષ પહેલાં વર્ષ ૧૦૧૦થી ૧૦૫૦ના સમયગાળા દરમિયાન આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લગભગ ૭.૫૦ ફૂટ લાંબું અને આશરે ૧૭.૮ ફૂટ પરિઘ ધરાવતું આ શિવલિંગ ૨૧.૫ ફૂટ ઊંચા પ્લેટફેર્મ પર સ્થાપિત છે. મજાની વાત તો એ છે આખું શિવલિંગ એક જ લાઈમસ્ટોનમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.

મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સુધી પહોંચવા માટે લાકડાનાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે. શિવભક્તોની શ્રદ્ધાના સરનામાસમાન આ શિવલિંગને જોઈ ફ્રી એક વખત જાણે ઈશ્વરની વિરાટતાનાં દર્શન થઈ રહ્યાં હતાં.

મંદિરનું બાંધકામ જોકે અધૂરું જ રહી ગયું છે. લોકવાયકા એવી છે કે ભોજ રાજાએ એક જ રાતમાં મંદિરનું કામ પૂર્ણ કરવાનું પણ લીધું હતું. હજારો કારીગરો એક સાથે કામ કરતા હોવા છતાંય મંદિરનું કામ સૂર્યોદય સુધી પૂરું થયું નહીં. ત્યારબાદ અનેક પ્રયાસો કરવા છતાંય ક્યારેય એ કામ પૂર્ણ થઈ શક્યું જ નહીં. બીજી એક લોકવાયકા એવી પણ છે કે મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ પૂર જેવી આપત્તિએ આ વિસ્તારમાં વિ-નાશ સર્જ્યો અને પરિણામે બેટવા નદીના કિનારે આવેલા આ શિવમંદિરનું કાર્ય અધૂરું જ રહી ગયું. લગભગ ૧૦ મીટર ઊંચા અને પાંચ મીટરનો વ્યાસ ધરાવતા ચાર તોતિંગ થાંભલાઓ પર નકશીકામથી શોભતો ગુંબજ પણ પૂરો થઈ શક્યો નથી. અધૂરા રહી ગયેલા ગુંબજમાંથી જાણે સૂર્યદેવતા પોતાનાં પ્રકાશ કિરણોથી દરેક ક્ષણે શિવલિંગનો અભિષેક કરી રહ્યા હોય એવું ભાસે. મંદિરનું નિર્માણકાર્ય ભલે અધૂરું રહી ગયું હોય છતાંય એની ભવ્યતા તમને સ્પર્શ્યા વિના રહેશે નહીં.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *