જો તમે વધુ પ્રમાણમાં લીંબુ પાણી પીવો છો તો સાવધાન થઈ જજો. તેના નુકસાન જાણશો તો ચોંકી જશો.
લીંબુ પાણી એક એવી ડ્રિંક છે જે મોટાભાગના લોકોને પસંદ છે. એટલે સુધી કે લોકો 2 3 વાર લીંબુ પાણી પી લે છે. આ ડ્રિંક ગરમીમાં રાહત આપવાની સાથે તાજગી પણ આપે છે. લીંબુ પાણી પીવાથી વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં મળે છે. જેનાથી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પણ જો વધુ પ્રમાણમાં લીંબુ પાણીનું સેવન કરવામાં આવે તો ખતરનાક નુકસાન થઈ શકે છે.
પેટ સંબંધી તકલીફો
લીંબુ પાચનની તકલીફો દૂર કરે છે પરંતુ જો તમે તેનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. એટલે સુધી કે છાતીમાં બળતરા અને અલ્સરની સમસ્યા થઈ શકે છે.
દાંતમાં નુકસાનકારી
લીંબુમાં એસિડિક તત્વો હોય છે. એવામાં જો તમે તેનું વધુ સેવન કરો છો તો દાંતના ઈનેમલને પણ નુકસાન થાય છે. જેથી વધુ પ્રમાણમાં તેનું સેવન કરવું નહીં.
માઈગ્રેનનો દુખાવો
હેલ્ધ એક્સપર્ટની માનીએ તો ખાટ્ટા ફળો અથવા ડ્રિંકનું વધુ સેવન કરવાથી માઈગ્રેનની સમસ્યા વધી જાય છે. ખાટ્ટા ફળોમાં ટાયરામાઈન હોય છે. જેનાથી માથાનો દુખાવો વધી શકે છે. આ કારણથી માઈગ્રેનના દર્દીઓએ તેનું સેવન કરવું નહીં.
હાડકાંઓ માટે નુકસાનકારક
લીંબુ ધીરે ધીરે સાંધાઓના ઓઈલને એબ્સોર્બ કરી લે છે. જેના કારણે આગળ જતા હાડકાઓ સંબંધી સમસ્યા થઈ શકે છે. આ કારણથી વધુ પ્રમાણમાં લીંબુનું સેવન કરવું નહીં.