મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય સાથે જોડાયેલ મોઢેરાનું મંદિર અને માતાજીનો અદ્ભુત ઈતિહાસ જાણો…

ધાર્મિક

મહેસાણાના મોઢેરા ગામે માતા મોઢેશ્વરીનું મંદિર આવેલું છે. માતા મોઢેશ્વરી જેને માં માતંગીના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર બીજા મંદિર કરતાં કંઇક ખાસ છે કારણ કે આ મંદિરની પ્રતિષ્ઠા વાવમાં કરવામાં આવી છે તો ચાલો જાણીએ શું છે ખાસ આ મંદિરની વિશેષતા…

મહેસાણામાં આવેલા માં મોઢેશ્વરીના અનેક રૂપ છે. જેમાં માં માતંગીની મૂર્તિમાં જ ઘણી વિશેષતાઓ રહેલી છે. અહીં માં માતંગી માતાની મૂર્તિ 18 હાથથી બિરાજમાન કરેલ છે. માતાજીની મૂર્તિની વિકરાળ સ્વરૂપમાં 18 આયુદ્ય વાળુ અને શ્રી માતાના તેજ માંથી દિવ્ય સ્વરૂપ ઘારણ કર્યુ. તે મૂરતની જ અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

માતંગી માં સિંહ પર સવાર થઇ કર્ણાક નામના દર્તયનો સણ-હાર કર્યો અને મોઢ લોકોનો અઈશ્વર્ય કર્યો. ઉપરાંત મોઢ લોકોનું રક્ષણ કર્યું. તેથી તેમની પ્રતિષ્ઠા મહેસાણાના મોઢેરા ગામે કરવામાં આવી છે. માંની મૂર્તિમાં 18 વિશેષ શ-સ્ત્રો હાથમાં ઘારણ કરેલા છે. ઉપરાંત માતની મૂર્તિમાં ખૂબજ તેજ અને સુંદરતા છે. જેથી ભક્તોને દર્શનાથે ઘણા આનંદનો અનુભવ થાય છે.

મૂર્તિમાં માંનો સુદર શણગાર કરવામાં આવ્યો છે. સોના જેવા ઘરેણા તેમજ મુગટ પહેરાવી માંની મૂર્તિનો શણગાર કરવામાં આવ્યો છે. ઉપારાંત માં એ હાથમાં રક્ષણ માટે ત-લવાર તેમજ ત્રિ-શુળ પણ ઘારણ કરેલા છે. માંની મૂર્તિમાં બીજી અનેક વિષેશતાઓ રહેલી છે.

મહેસાણામાં આવેલા માતામાતંગીના ઘણા ભક્તો દૂરથી દર્શનાથે આવે છે. તેમાં બેસતા વર્ષે ભક્તોની ખુબજ ભીડ જામે છે. જ્યારે કારતક સુદ બીજે એટલે કે ભાઇબીજના દિવસે પણ ભક્તોની ખુબ જ સંખ્યામાં દર્શનાથે આવે છે અને તે દિવસે મંદિરમાં હાથમાં કોડીયું લઇને ભક્તો દ્વારા સમુહમાં આરતી કરવામાં આવે છે. ઉપરાંત આ મંદિરમાં દેવદિવાળીના દિવસે માનો અંકુઠ ધરાઇને માતાજીની મહા આરતી કરવામાં આવે છે.

જ્યારે આ મંદિરમાં આસો સુદ નવરાત્રીએ માતાજીના પટાગણમાં ગરબા કરી હર્ષ ઉલ્લાસથી ઉત્સવ ઉજવવામાં આવે છે. ઉપરાંત નવરાત્રીમાં નવચંડી યજ્ઞ પણ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે અને પ્રસાદીનું ગ્રહણ કરે છે. લોકદાયકા પ્રમાણે મહાત્માગાંધી,નરેન્દ્ર મોદી,ધીરૂભાઈ અંબાણીના કુળદેવી પણ મોઢેશ્વરી માતાજી છે. ત્યારે અહિં સૌ કોઈ માતાજીના આર્શિવાદ લઈ તેમના આશીષ પૂરા કરે છે.

માતંગી માતાજી જે વાજીયા હોય તેમને સંતાન અને મુશ્કેલી હોય તે સર્વે ભક્તો ટેક લઈ જાય છે તે સર્વે ભક્તોના કામ માતાજી પૂર્ણ કરે છે. માતા માતંગી ગૃહસ્થ જીવને પણ સુખી કરે છે. ઉપરાંત સિધ્ધી વાગ વિલાસમાં પણ પારંગત થવા માટે માતા માતંગીની પૂજા અર્ચના કરવામાં આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *