
આર્યુવેદ અનુસાર ભોજન કરવા માટે તાંબાના વાસણોનો ઉપયોગ કરવાથ આપણી રોગપ્રતિકારકશક્તિમાં વધારો થાય છે એવા જ લાભ તાંબાની વીટીં પહેરવાથી પ્રાપ્ત થાય છે. તાંબાની વીટી પેટન લગતી બધી પરેશાનીઓ માટે ફાયદાકારક છે. પેટમાં દુખાવો, ગેસ, એસિડિટીની પરેશાનીમાં પણ ફાયદો પહોંચાડે છે.
તાંબાની વીંટી લગાતાર આપણા શરીરના સંપર્કમાં રહે છે. જેનાથી તાંબાના ઔષધીય ગુણો શરીરને મળે છે, આ વીંટી પહેરવાથી લોહી સાફ થાય છે.
સતત ચામડીના સંપર્કમાં તાંબુ રહેવાથી ત્વચાની ચમક વધે છે.
તાંબાની વીંટી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તે હાઈ પ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે ફાયદાકારક છે
આ સાથે વીંટી પહેરીને તમે શરીરનો સોજો પણ ઓછો કરી શકો છો.
તાંબાની વીટીં શરીરમાં ગરમીને ઓછી કરવામાં મદદ કરે છે, તે પહેરવાથી શારીરિક અને માનસિક તણાવ ઓછો રહે છે. આ સાથે જ ગુસ્સા પર કંટ્રોલ થાય છે. આ વીંટી તન અને મન બંનેને શાંત રાખવામાં મદદ કરે છે.
આ સાથે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઇએ તો તાંબાની વીંટીમાં માણેક અને મૂંગા રત્ન પહેરી શકાય છે. જો કે આ રત્ન કોઇ જ્યારે નિષ્ણાતની સલાહ લીધી વગર ન પહેરવા જોઇએ. રત્નોની સાથે કે રત્નો વગર તાંબાની વીંટીને અનામિકામાં પહેરવામાં આવે છે, કારણ કે આ આંગળી પર સૂર્ય અને મંગળનો પ્રભાવ વધુ હોય છે. રત્ન વગરની તાંબાની વીંટી ડાબા કે જમણા કોઈપણ હાથમાં પહેરી શકાય છે. રત્ન વગર પણ વીંટી પહેરવાથી સૂર્ય અને મંગળના અશુભ પ્રભાવો ઓછા કરી શકાય છે.