આવતીકાલથી થશે શ્રાવણની સોમવાર સાથેની શુભ શરૂઆત, મનોકામના પૂરી કરવા અચૂક કરો આ કામ…

ધાર્મિક

શ્રાવણના પવિત્ર મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરાય છે. પૂજામાં બિલિપત્ર સિવાય આ પાનનો પણ કરી લો ઉપયોગ.

આવતીકાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અને સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી તમારા કષ્ટ દૂર થશે. ધાર્મિક માન્યતા અનુસાર આ મહિનામાં વ્રત અને પૂજા કરવાથી ભોલેનાથનો આર્શિવાદ મળી રહે છે. એટલું નહીં અનેક લોકો આ મહિનામાં વ્રત અને પૂજા કરે છે. ભગવાન શિવ ભક્તોથી જલ્દી પ્રસન્ન થાય છે.

ભગવાન શિવને ચઢાવાય છે આ વસ્તુઓ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો બિલિપત્ર, ભાંગ, ધતૂરો વગેરે ચઢાવે છે. આ ભગવાન શિવને પ્રિય હોય છે. શિવપુરાણમાં બિલિપત્ર સિવાય અન્ય પાન ચઢાવવાનું શુભ માનવામાં આવ્યું છે. તો જાણો કયા પાન ચઢાવવાથી શું લાભ થાય છે.

ભાંગના પાન

શિવજીને ભાંગ પ્રિય છે. શ્રદ્ધાળુઓ ભોલેનાથને પ્રસન્ન કરવા ભાંગના પાન ચઢાવે છે. માન્યતા છે કે આ પાન ચઢાવવાથી દુઃખ દૂર થાય છે. આ એક ઔષધિ છે. ધાર્મિક માન્યતા અનુસાર શિવજીએ વિષપાન કર્યું ત્યારે વિષથી ઉપચાર કરવા માટે દેવતાને ભાંગના પાન ચઢાવાયા હતા.

શમીના પાન

શમીના પાન શનિદેવને ચઢાવવામાં આવે છે. તેને શિવલિંગ પર ચઢાવવાથી મનોકામના પૂરી થતી હોવાનું માનવામાં આવે છે. આ પાનને ભોલેનાથની સાથે શનિદેવને પણ ચઢાવવાથી આર્શિવાદ મળે છે.

દુર્વા

શાસ્ત્રોમાં દુર્વાને મહત્વનું માનવામાં આવે છે. ભગવાન શિવ અને ગણેશને દૂર્વા ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.

કેરીના પાન

આ પાનનો પૂજામાં ખાસ ઉપયોગ કરાય છે. માન્યતા છે કે આ પાનને ચઢાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિ મળે છે.

ધતૂરાના પાન

શિવ પુરાણમાં ધતૂરાના ફૂલ અને પાનનો ઉલ્લેખ કરાયો છે. ધતૂરાના પાનને ચઢાવવાથી નકારાત્મકતા દૂર થાય છે.

પીપળાના પાન

માન્યતા છે કે પીપળાના ઝાડમા દેવતાનો વાસ હોય છે.શિવને પીપળાના પાન ચઢાવવાથી ગ્રહના દોષ દૂર થાય છે. અને ઘર તથા પરિવારમાં સમૃદ્ધિ અને સુખ કાયમ રહે છે.

Leave a Reply

Your email address will not be published.